MORBI:મોરબી કોર્ટ કચેરીનો ખર્ચો આપવો પડશે તેમ કહી ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કરી વિવિધ સ્થળે લઈ જઈ માર માર્યો

MORBI:મોરબી કોર્ટ કચેરીનો ખર્ચો આપવો પડશે તેમ કહી ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કરી વિવિધ સ્થળે લઈ જઈ માર માર્યો
મોરબી-૨ નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌધ્ધનગર શેરી નં.૩ માં રહેતા શૈલેષભાઈ તુલસીભાઈ મુછડીયા ઉવ.૨૮ એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અહેમદ મેમણ રહે. વીસીપરા વાળા તેમજ અજાણ્યા બે સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી શૈલેષભાઇને આરોપી અહેમદ મેમણ અને તેની સાથેના બે અજાણ્યા ઇસમોએ ખોટી રીતે અગાઉ કોર્ટ કચેરીના ખર્ચાના બહાને રોકી ગાળો આપી પ્લાસ્ટિકના પાઇપ તથા ઢીકા-પાટુથી ગંભીર રીતે માર માર્યો હતો. ત્યારબાદ ફરીયાદીનું અપહરણ કરી તેને વિશીપરા, ભવાની ચોક તથા મચ્છીપીઠ સહિત વિવિધ સ્થળે લઈ જઈ વારંવાર માર મારી ફરીયાદી પાસેથી હોન્ડા એક્ટિવા રજી.નં. જીજે-૩૬-બીએ-૦૬૪૩ બળજબરીથી પડાવી લીધુ હતું અને જાતિપ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનામાં ફરીયાદીને મૂંઢ ઇજાઓ થતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ મામલે પોલીસે આરોપીઓ સામે સી ટી બી ડિવિઝન પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






