MORBI:મોરબી વડીલો પાર્જીત જમીન બાબતે કાકા ઉપર ભત્રીજાએ હુમલો કયૉ:જાનથી મારી નાખવાની ધમકી આપી
MORBI:મોરબી વડીલો પાર્જીત જમીન બાબતે કાકા ઉપર ભત્રીજાએ હુમલો કયૉ:જાનથી મારી નાખવાની ધમકી આપી
મોરબીના વાવડી રોડ પરના મીરાં પાર્કમાં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધ અને તેના પુત્રને વડીલો પાર્જીત જમીન બાબતે જૂની તકરારનો ખાર રાખી એક ઇસમેં ગાળો આપી ઢીકા પાટું માર મારી છરીથી છરકા કરી તેમજ ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મૂળ ગુંગણના વતની અને હાલ વાવડી રોડ પર મીરાં પાર્ક શેરી નં ૦૩ ના રહેવાસી કરણસિંહ રવુભા જાડેજા (ઉ.વ.૬૩) નામના વૃદ્ધે આરોપી વિક્રમસિંહ મીઠુભા જાડેજા રહે નવલખી રોડ યમુનાનગર સોસાયટી મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૪ જુનના રોજ ફરિયાદી અને તેના દીકરા યુવરાજ બંને વાવડી રોડ પર મીરાં પાર્કના નાકે પાનની દુકાન પાસે ઉભા હોય ત્યારે દીકરા યુવરાજને ભત્રીજા વિક્રમસિંહનો ફોન આવ્યો આવ્યો તમે ક્યાં છો પૂછતાં ઘર પાસે બહુચર પાન પાસે હોવાનું જણાવ્યું હતું જેથી આરોપી વિક્રમસિંહે ત્યાં જ બેસજો જમીન બાબતે વાત કરવી છે કીને ભત્રીજા વિક્રમસિંહ પોતાનું એકટીવા લઈને આવી દીકરા યુવરાજ સાથે જમીન બાબતે બોલાચાલી કરવા લાગ્યો હતો
વૃદ્ધ અને તેના દીકરા યુવરાજને આરોપી વિક્રમસિંહએ ઢીકા પાટું માર મારતા બંને નીચે પડી ગયા હતા ત્યારે ભત્રીજા વિક્રમસિંહ છરી કાઢી છરકા મારી માથાના ગ્ભાગે ઈજા કરી તેમજ દીકરો યુવરાજ વચ્ચે પડી છોડાવવા જતા દીકરા યુવરાજને જમણા હાથની આંગળીમાં છરીનો છરકો પડી ગયો હતો બાદમાં આજુબાજુમાં લોકો ભેગા થઇ જતા આરોપી ધમકી આપી આજે તો બચી ગયા ફરીથી જમીન બાબતે વાતચીત કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે