BANASKANTHAPALANPUR

શ્રી જી.કે.ભટ્ટ હાઇસ્કૂલ, મેઢાસણમાં અટલ લેબ નુ ઉદ્ઘાટન અને શુભેચ્છા સમારોહ યોજાઇ ગયો

25 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજે શ્રીજી. કે. ભટ્ટ હાઇસ્કૂલ મેઢાસણમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ યોજાઈ ગયો. જેમાં રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડીના પ્રિન્સિપાલ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ એ  વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા. આપણી શાળામાં નીતિ આયોગ દ્વારા અટલ ટીન્કરિંગ લેબનું પણ આજે ઉદ્ઘાટન થયું. વાહ ઇન્ડિયા પરિવાર ના પ્રમુખ અને સમગ્ર ગુજરાતમા૧૦૦જેટલા વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ઉભા કરી રહ્યા છે એવા ઋષિ તુલ્ય વિજ્ઞાનના જીવ અને તપસ્વી જીવન જીવતા આદરણીય પ્રફુલભાઈ અમીન  અને આનંદભાઈ પટેલ ના હસ્તે ઉદઘાટન થયું‌. આ પ્રસંગે આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વર્તમાન હિંમતનગર આઈ.ટી.આઈ ના પ્રિન્સિપાલ શ્રી રાકેશભાઈ પુરોહિત  અને જિલ્લા કોર્ટમાં ક્લાસ -૧માં પ્રમોશન મળ્યું છે એવા શ્રી મિતેશસિંહ રહેવર  બંને નું સન્માન પણ કરવામાં આવ્યું. આજે આપણી શાળા અને પ્રાથમિક શાળા બંને શાળાના વિદ્યાર્થીઓને સ્વ.તખતસિંહજી ભાટી ના સ્મરણાર્થે બધા જ બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો. આ પ્રસંગે એમના દીકરી નિકિતાબેન નું પણ સન્માન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન કાર્યક્રમ નું સંચાલન સ્નેહલબેન બારોટ એ કર્યું અને આભાર વિધિ ઓમ ઠક્કરે કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમને ભવ્યાતિભવ્ય સફળ બનાવવા સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ ખૂબ જ અથાક મહેનત કરી, સૌને ખૂબ ખૂબ અભિનંદન અને અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!