સંતરામપુર ના મોટિ કયાર ગામે ગુમ થયેલા યુવાનની લાશ મળતા ચકચાર" મોટી કયાર ગામના યુવાનની લાશ મળી આવતા શોકનું મોજું

સંતરામપુર ના મોટિ કયાર ગામે ગુમ થયેલા યુવાનની લાશ મળતા ચકચાર” મોટી કયાર ગામના યુવાનની લાશ મળી આવતા શોકનું મોજું
અમીન કોઠારી મહીસાગર
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના મોટિ કયાર ગામમાં તારીખ 01 જૂન 2025 ના રોજ એક દુઃખદ ઘટના સામે આવી છે. સંતરામપુર તાલુકાના મોટી કયાર ગામના વેનોત ફળીયામાં રહેતા 25 વર્ષીય તાવિયાડ ચંદ્રેશભાઈ રમેશભાઈ છેલ્લા 11 દિવસથી ગુમ હતા. 21 મેના રોજ એક અજાણ્યો ફોન આવ્યાને પગલે તેઓ નીકળ્યા હતા અને પાછા ફર્યા ન હોતા.
સંતરામપુર તાલુકાના મોટી કયાર ગામના વેનોત ફળિયાના રહેવાસી તાવિયાડ ચંદ્રેશભાઈ રમેશભાઈ (ઉ.વ. 25) નામના યુવાન ની લાશ ગામ નજીકના ડુંગર વિસ્તારમાંથી મળી આવી.
આ યુવાન છેલ્લા 11 દિવસથી ગુમ હતો. 21 મેના રોજ અજાણી વ્યક્તિ નો કોલ આવય બાદ નીકળેલા ચંદ્રેશભાઈ ધરે પરત ન આવતા પરિવાર દ્વારા ચંદૂરેશભાઈ ગુમ થયાની ફરીયાદ સંતરામપુર પોલીસ મથકે આપતાં પોલીસે જાણવાજોગ નોંધ કરેલ હતી
આ ઘટનાના 11 માં દિવસે તેમનો મૃતદેહ ગામના નજીક આવેલા ડુંગર વિસ્તાર પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ ઘટના સ્થળે દોડી આવીહતી અને મૃતદેહને સંતરામપુર હોસ્પિટલ મોકલાયો હતો. ને ત્યારબાદ વધુ તપાસને પોસ્ટમોર્ટમ માટે માટે બરોડા એસ એસજીહોસપીટલખસેડાયેલ.
હાલ સંતરામપુર પોલીસે ઘટનાની વિવિધ પાસાં હેઠળ તપાસ શરૂ કરી છે અને આ બનાવથી પરિવારજનો તેમજ ગામજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળે છે.


