GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કન્યા કેળવણીને પ્રોત્સાહ આપવા કાલોલ ની બાકરોલ પ્રાથમિક શાળામાં એડોલેશાન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ યોજાયો.

તારીખ ૦૯/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કન્યા કેળવણીને પ્રોત્સાહન અને કિશોરાવસ્થામાં જાગૃતિના ઉદ્દેશથી કાલોલ તાલુકાના બાકરોલ ગામ ની પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ બાકરોલ પ્રાથમિક શાળાની દીકરીઓને એડોલેશન્ટ એજ્યુકેશન આપવામાં આવ્યું સુરક્ષિત સ્પર્શ ,અસુરક્ષિત સ્પર્શ,દીકરીઓને પોષણ આરોગ્ય અને સ્વચ્છતા અંગેની સમજ શાળાના શિક્ષિકા બહેનો દ્વારા આપવામાં આવી.”શાળાની દીકરી એ અમારી દીકરી”શાળાના આચાર્ય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવતર અભિગમ દ્વારા શાળાની બાલિકાઓને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું શિક્ષણ વિભાગ દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ફોર ગર્લ્સ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલ છે.





