Zalod:ઝાલોદ તાલુકાના મીરાખેડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર મીરાખેડી ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ ડોનેશન વાનના સહયોગ થકી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રકતદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા સવારે ૧૦:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ.૧૪ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યા આ રકતદાન કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક શ્રી ડૉ પલક તાવિયાડ દ્વારા તમામ રક્તદાતાઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
«
Prev
1
/
122
Next
»
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા