MORBI:મોરબી જલારામ ધામ ખાતે લોહાણા જ્ઞાતિ ના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર રવિવાર થી શરૂ

MORBI:મોરબી જલારામ ધામ ખાતે લોહાણા જ્ઞાતિ ના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર રવિવાર થી શરૂ
મોરબી શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે આગામી રવિવાર તા.૨૦-૭-૨૦૨૫ થી લોહાણા સમાજ ના લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર નો શુભારંભ થશે. વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન કાર્યરત રહેશે. શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર તદ્ન નિઃશુલ્ક રહેશે. વેવિશાળ કેન્દ્ર નુ સંચાલન શ્રી હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ-શ્રી લોહાણા મહાજન-મોરબી) મો.૯૮૭૯૨૧૮૪૧૫, શ્રીમતિ કાશ્મીરાબેન કારીયા મો.૬૩૫૩૫૫૦૦૯૫, શ્રી પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ-શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી) મો.૯૮૭૯૩૫૫૪૧૦, શ્રી સુનિલભાઈ પુજારા મો. ૯૮૭૯૩૯૬૬૨૦, નરેન્દ્રભાઈ પાઁઉ મો.૯૫૭૪૦૮૩૧૧૧, શ્રી અનિલભાઈ ગોવાણી મો.૯૦૩૩૩૪૮૦૬૨ દ્વારા કરવામાં આવશે. માહિતી કેન્દ્ર માત્ર લોહાણા સમાજ ના યુવક-યુવતીઓ માટે જ કાર્યરત રહેશે. લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓના વાલીઓએ દર રવિવારે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.







