દિયોદર ધુણસોલ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ અને ડે સરપંચે ચાર્જ સંભાળ્યો
ડે સરપંચ ની બિન હરીફ વરણી કરાઈ

દરેક સભ્યોને સાથે લઈ ગામના વિકાસ ને આગળ લઈ જઈશું : સરપંચ
તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં અનેક ગ્રામ પંચાયતની નવા સરપંચ મળ્યા છે જેમાં દિયોદર તાલુકાના ધુણસોલ ગ્રામ પંચાયત બેઠક બિન હરીફ થતાં સરપંચ પદે મોઘી બેન માધા ભાઈ ચૂંટાઈ આવ્યા હતા જેમાં ગ્રામ પંચાયત ડે સરપંચ માટે સોમવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે અધ્યાશી અધિકારી નાનજીભાઈ માળી નવ નિયુક્ત સરપંચ તથા તલાટી ક્રમ મંત્રી નીપાબેન દેસાઈ તથા વોર્ડના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ જેમાં ડે સરપંચ પદે હેતલબેન પેથાભાઇ રબારી ની બિન હરીફ વરણી કરવામાં આવતા સૌ ઉપસ્થિતિ આગેવાનોએ તાળીઓ પાડી વધાવી લીધા હતા જેમાં ગ્રામ જનો દ્વારા નવ નિયુક્ત સરપંચ અને ડે સરપંચને ફૂલહાર પહેરાવી મો મીઠું કરાવી આવકાર્યા હતા જેમાં ધુણસોલ ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ અને ડે સરપંચે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો આ બાબતે સરપંચ એ જણાવેલ કે જેમાં ગામલોકો એ મારા ઉપર વિશ્વાસ મૂકી મને સરપંચ તરીકે જવાબદારી સોંપી છે તે માટે હું દરેક સભ્યોને સાથે રાખી ગામના વિકાસ થાય તેવા પ્રયત્નો મારું ગામ સ્વચ્છ ગામ બને તેવા મારા પુરા પ્રયત્નો રહે છે
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર





