BANASKANTHADEESA
વાહરા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપ્યું
શિક્ષકો દ્વારા વાહરા પ્રાથમિક શાળામાં તિથી ભોજન અપાયું

પવિત્ર શ્રાવણ માસમાં દાન અને પુણ્યનું એક અલગ મહત્વ ધરાવે છે. લોકો આ પવિત્ર શ્રાવણ માસમાં દાનપુર્ણ કે સારું કામ કરવા આગળ આવતા આપણે જોઈએ છીએ. જેથી કરી આપણે અલગ અલગ જગ્યાએ આવા શુભ કાર્યો કે પવિત્ર કાર્ય જોતા હોઈએ છીએ. ત્યારે ગ્રામીણ સ્તરે પ્રાથમિક શાળાઓમાં ગ્રામજનો અને દાતાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તિથિ ભોજનના કાર્યક્રમો થતા હોય છે.
ડીસા તાલુકાના વાહરા ગામે પવિત્ર શ્રાવણ માસ દશામ દિવસે શિક્ષકો દ્વારા તિથિ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાહરા પ્રાથમિક શાળાના શિક્ષક મેલજીભાઈ રબારી, પિયુષભાઈ ગુર્જર ,અલ્પેશભાઈ પરમાર,ભૂમિકાબેન પટેલ, હસમુખભાઈ પટેલ દાતાઓ દ્વારા અમરપુરા વાહરા અને વીરુવાડા પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તમામ દાતાઓનો ગામ લોકોએ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવી રહ્યા હતા…
એહવાલ – ભરત ઠાકોર ભીલડી






