MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી શહેરના લખધીરવાસ નજીક ભૂગર્ભમાં ગૌવંશ ખાબક્યો

MORBI મોરબી શહેરના લખધીરવાસ નજીક ભૂગર્ભમાં ગૌવંશ ખાબક્યો

 

 

મોરબીના લખધીરવાસ નજીક જાહેર ઉકરડો આવેલ છે જ્યાં ગંદકીના ગંજ જોવા મળે છે તો પશુધન અહી ખોરાક માટે આવતા જતા હોય છે આજે બપોરના સુમારે એક ગૌવંશ ભૂગર્ભમાં પડી ગયો હતો જેથી જીવદયાપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે

મોરબી શહેરના લખધીરવાસ નજીક ભૂગર્ભમાં ગૌવંશ ખાબક્યો હતો જેથી સર્વે હિંદુ સંગઠનના આગેવાનો દોડી ગયા હતા અને બનાવ અંગે નગરપાલિકાના કર્મચારીઓને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે મોરબીમાં અનેક જગ્યાએ ભૂગર્ભ ગટર ખુલ્લી જોવા મળે છે અને વાંકાનેર દરવાજા ગેટ નજીક ઉકરડામાં ગંદકી ફાટફાટ જોવા મળે છે જ્યાં રોજ મોટી સંખ્યામાં પશુ એકત્ર થાય છે અને ગૌવંશ ખોરાક માટે ભટકતા હોય ત્યારે આવી ખુલ્લી ભૂગર્ભમાં ખાબકે છે જેથી હિંદુ સંગઠનોએ તાત્કાલિક પગલા લેવા માંગ કરવામાં આવી છે.

Oplus_131072

Back to top button
error: Content is protected !!