MORBI આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા, તાલુકા, શહેર ના હોદ્દેદારો ની નીમણુંક કરવામાં આવી
MORBI આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા, તાલુકા, શહેર ના હોદ્દેદારો ની નીમણુંક કરવામાં આવી
આમ આદમી પાર્ટી પ્રદેશ ટીમ ઈસુદાનભાઈ ગઢવી , મનોજભાઈ સોરઠીયા તથા કૈલાશદાનભાઈ ગઢવી તથા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ સાથે વિચાર વિમર્શ કરી આવનારા સમયમાં યોજાનાર ચૂંટણીઓ ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા માં મજબૂત બને એ માટે મોરબી જિલ્લા ઉપપ્રમુખ પ્રમુખ ,મહામંત્રી, યુવા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને શહેર ઉપપ્રમુખ ની નીમણુંક કરી છે. મોરબી જિલ્લા ઉપપ્રમુખ તરીકે દિવ્યેશભાઈ જયંતિભાઈ મગુનીયા ની નીમણુંક કરી છે. દિવ્યેશભાઈ મગુનીયા આમ આદમી પાર્ટી ના યુવા પ્રમુખ રહીં ચુક્યા છે અને ખુબ જ મહેનતું અને લડાયક મિજાજ ધરાવે છે.મોરબી જીલ્લા મહામંત્રી તરીકે રમેશભાઈ બાલુભાઈ સદાતીયા ની નીમણુંક કરી છે, રમેશભાઈ સદાતીયા મોરબી તાલુકાના યુવા પ્રમુખ ની જવાબદારી નીભાવી હતી અને હાલ મોરબી જિલ્લા યુવા ઉપપ્રમુખ ની જવાબદારી નીભાવી રહ્યા હતા પણ જ્યારે આવનારી ચુંટણી ને ધ્યાનમાં લઈને અને મોરબી જિલ્લા માં આમ આદમી પાર્ટી મજબુત બને એ માટે સખ્ખત મહેનત કરે છે. જ્યારે મોરબી જિલ્લા યુવા પ્રમુખ તરીકે યુવા ચહેરો દલસુખભાઈ કેશવભાઈ વડગાસીયા ની નીમણુંક કરી છે. જ્યારે મોરબી તાલુકા પ્રમુખ તરીકે યુવા અને મહેનતુ ચહેરો જલ્પેશભાઈ વિનોદભાઈ ઘોડાસરા ની નીમણુંક કરવામાં આવી છે અને સાથે સાથે પલવરાય હર્ષદરાય રાવલ ને મોરબી શહેર ઉપપ્રમુખ ની જવાબદારી આપવામાં આવી છે..