ARAVALLIBAYADGUJARAT

બાયડ પોલીસે મહિલા તથા તેમની સાથેની ૧૦ વર્ષની બાળકીને ગણતરીના દિવસોમાં પંજાબના લુધિયાણા જીલ્લા ખાતેથી શોધી કાઢી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

બાયડ પોલીસે મહિલા તથા તેમની સાથેની ૧૦ વર્ષની બાળકીને ગણતરીના દિવસોમાં પંજાબના લુધિયાણા જીલ્લા ખાતેથી શોધી કાઢી

 

બાયડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ જાણવા જોગ નંબર.ર૭/૨૦૨૫ તા.૦૪/૦૭/૨૦૨૫ ના કામે ગુમ થનાર કોકીલાબેન વા/ઓ રમેશભાઇ સોમાભાઇ રાવળ ઉ.વ.૪૦ રહે.લીહોડા(રાવળવાસ) તા.દહેગામ જી.ગાંધીનગર તથા તેમની સાથેની બાળકી ઉ.વ.૧૦ નાની શોધી કાઢવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવેલ અને સદર જાણવા જોગની તપાસ કામે એક ટીમ સદર ગુમ થનાર મહિલા શું કામગીરી કરતી અને કોની સાથે કામ કરતી હતી તે બાબતે તપાસ કરવા સુચના આપતા તેઓએ ગુમ થનાર મહિલા બાબતે તપાસ કરતાં જાણવા મળેલ કે, ગુમ થનાર કોકીલાબેનનાઓ સાંપા ખાતે આવેલ શ્રીજી કોલ્ડ સ્ટોરેજમાં છેલ્લા આઠેક વર્ષથી બટાકા ગ્રેડીંગ કરવાની છુટક મજુરીએ જતા હતા અને જેથી સુંદર કોલ્ડ સ્ટોરેજ પર જઇ તપાસ કરી તેમણી સાથે કામ કરતા મજુરોની પુછ પરછ કરેલ અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સ થી જાણવા મળેલ કે, ગુમ થનાર મહિલા તથા તેમની સાથેની બાળકી પંજાબ રાજ્યના લુધિયાના જીલ્લાના ધટ્ટગામ તા મુલ્લાનપુર ખાતે છે. જેથી પોલીસની એક ટીમને પંજાબ ખાતે રવાના કરેલ હતી અને સુંદર જગ્યાએ જતા પ્રિતમ કોલ્ડ સ્ટોરેજ ખાતે તપાસ કરતાં ત્યાં આગળ ગુમ થનાર કોકીલાબેન વા/ઓ રમેશભાઈ સોમાભાઈ રાવળ તથા તેમની સાથેની બાળકી મળી આવેલ હતી અને જેઓને કાયદેસરની કાર્યવાહી કરી અત્રેના બાયડ પોલીસ સ્ટેશન ખાતે લાવામાં આવેલ છે અને ત્યારબાદ ગુમ થનાર કોકીલાબેનનાઓની પુછ પરછ કરતાં તેઓ પોતાની મરજીથી તેઓની ભત્રીજી સાથે ઘરેથી જતા રહેલ હતા અને તેઓ તેમના પરીવાર સાથે જવું છે તેવું તેઓ જણાવતા હોય જેથી સદરી ગુમ થનાર કોકીલાબેન તથા તેમની સાથેની બાળકીને તેઓના પરીવારને પરત સોંપવામાં આવેલ છે.આમ બાયડ પોલીસે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સથી ગણતરીના દિવસોમાં ગુમ થનાર મહિલા તથા તેઓની સાથેની બાળકીને શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

Back to top button
error: Content is protected !!