GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI: મોરબીના સામાકાઠા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી સાથે એક ઈસમ ઝડપાયો

MORBI: મોરબીના સામાકાઠા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગર ખોડિયાર માતાના મંદિરની બાજુમાંથી આરોપી નટવરભાઈ ભુપતભાઇ રાતૈયા ઉવ.૨૦ રહે. ઇન્દિરાનગર મોરબી-૨ વાળાને સીટી બી ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકીનું વેચાણ કરતા રંગેહાથ પકડી લેવામાં આવ્યો છે, પોલીસે આરોપી પાસેથી જીવલેણ દોરીની ત્રણ નંગ ફીરકી કિ.રૂ.૬૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ, આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







