
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : હિંમતપૂર થી મોડાસા જતી મીની બસમાં અધ વચ્ચે રસ્તામાં ખરાબી સર્જાતા વિધાર્થીઓ અટવાયા -60 થી વધુ પેસેન્જર માટે માત્ર મીનીબસ ની સુવિધા..!!
સસ્તી મુસાફરી માટે આજે પણ ગામડાઓમાંથી લઈને શહેરમાં જવા માટે જે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેમાં બસની સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્ય માટે દૂર શાળાએ તેમજ કોલેજ સહિત iti તેમજ નર્સિંગ કોલેજ ની અંદર બસ દ્વારા અપડાઉન કરતા હોય છે.પરંતુ કેટલીક બસની અંદર ખામી સર્જાતા રસ્તામાં અધવચ્ચે રહેવાનો વારો આવતો હોય છે ત્યારે મુસાફળો અને વિદ્યાર્થીઓની હાલાકી પડતી હોય છે.
મોડાસા થી રેલ્લાવાડા આશરે 30 કિલોમીટરથી પણ વધુ અંતરે આવેલું ગામડું છે જે રાજસ્થાનની સરહદને જોડતું ગામડું છે જ્યાં હજારો વિદ્યાર્થીઓ મોડાસા ખાતે અભ્યાસ અર્થે બસની સુવિધા દ્વારા કોલેજ તેમજ નર્સિંગ કોલેજ અને આઈ.ટી.આઈ મોડાસા ખાતે પહોંચતા હોય છે. છેવાડી આવેલું હિંમતપુર ગામ જ્યાં હિંમતપુર ગામ થી મોડાસા સુધી મીની બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે જેની અંદર સૌથી વધુ વિદ્યાર્થીઓ મોડાસા ખાતે અપડાઉન કરતા હોય છે. મળતી માહિતી અનુસાર આજે સવારે હિંમતપુર થી મોડાસા જે મીની બસ છે એ બસ વણિયાદ પાસે આવેલા વલ્લી ગામ પાસે અચાનક ખરાબી સર્જાતા બસની થંભી દેવામાં આવી હતી જેની અંદર 60 થી પણ વધુ વિદ્યાર્થીઓ અને મુસાફળો સવાર હતા અચાનક બસની અંદર ખરાબી સર્જાતા બસને ત્યાં જ રસ્તામાં રોકી દેવાતા વિદ્યાર્થીઓ અટવાયા હતા અને સમયસર કોલેજ આઈટીઆઈ સુધી પહોંચી શક્યા ન હતા. ત્યારે એક વિદ્યાર્થી જણાવતા જણાવ્યું હતું કે વારંવાર મીની બસ માટે રજૂઆત કરવામાં આવી છે કે મીની બસની જગ્યાએ મોટી બસ ફાળવવામાં આવે કારણ કે અહીંના વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં હોય છે અને મીની બસની અંદર વધુ પડતા મુસાફળો ને લઈ બેસવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને સમયસર અભ્યાસ અર્થ એ પહોંચી શકતા નથી જેને લઇ અભ્યાસ પણ બગડે છે ત્યારે અચાનક મીની બસમા ખરાબી સર્જાતા બસ અધ વચ્ચે રોકી દેતા હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો બીજી તરફ વિધાર્થીઓ એ મોટી બસની માંગ પણ કરી છે પરંતુ ડેપો ધ્વારા મોટી બસને લઈ વિધ્ધાર્થીના હિતમા કોઇપણ હકારાત્મત નિર્ણય ન મળતા વિધાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો




