MORBI:રાજસ્થાનથી ઝડપાયો મોરબીના દારૂના કેસનો મોસ્ટ વોન્ટેડ કુખ્યાત બૂટલેગર, LCB એ પાસા તળે ધકેલ્યો સાબરમતી જેલમાં

MORBI:રાજસ્થાનથી ઝડપાયો મોરબીના દારૂના કેસનો મોસ્ટ વોન્ટેડ કુખ્યાત બૂટલેગર, LCB એ પાસા તળે ધકેલ્યો સાબરમતી જેલમાં
રાજસ્થાનના કરોડોની હેરાફેરીના ગુનામાં મોસ્ટ વોન્ટેડ અને મોરબીના દારૂના કેસનો કુખ્યાત બૂટલેગર અલવરથી ઝડપાયો, પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે
મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓ સામે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ને મોટી સફળતા સાંપડી છે. રાજસ્થાનમાં કરોડો રૂપિયાની હેરાફેરીના ગુનામાં મોસ્ટ વોન્ટેડ અને મોરબી જિલ્લાના દારૂના ગુનાઓમાં સંડોવાયેલા એક કુખ્યાત બૂટલેગરને રાજસ્થાનના અલવર જિલ્લામાંથી દબોચી લેવામાં આવ્યો છે.
સરહદી રેન્જ ભુજ આઇજી ચિરાગ કેડરિયા તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ LCB ના ઇન્ચાર્જ PI એસ.પી. જોશીની સૂચના અને દેખરેખ હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબી LCB અને પેરોલ-ફર્લો સ્કવોડની ટીમે ચોક્કસ બાતમી અને રાજસ્થાન પોલીસના સહયોગથી આરોપીનું લોકેશન મેળવી અલવર ખાતે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો.ઝડપાયેલ આરોપી અને ગુનાહિત ઇતિહાસ:મોહનલાલ લાલ ઉર્ફે બિશ્નોઈ (ઉં.વ. ૩૨)રહેવાસી: સાંચોર વિસ્તાર, રાજસ્થાન મોરબી જિલ્લાના માળિયા (મીં.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો.રાજસ્થાનના સાંચોર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩માં એક્સાઇઝ એક્ટ હેઠળ ગુનો. રાજસ્થાનના બિકાનેરના નાપાસર પોલીસ સ્ટેશનમાં ૧૮,૫૮૫ બોટલ ઈંગ્લિશ દારૂના વિશાળ જથ્થા સાથેનો આબકારી ગુનો.
આરોપી સામે મોરબી જિલ્લામાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી LCB દ્વારા પાસા (PASA) દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા અટકાયત હુકમ જારી કરાતા, આરોપીને મોરબી લાવ્યા બાદ તુરંત જ સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આંતરરાજ્ય સ્તરે નેટવર્ક બુધ્ધિપૂર્વક ભેદીને કરવામાં આવેલી આ કામગીરીથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા અને ગુના આચરી અન્ય રાજ્યોમાં છુપાઈ જતા અસામાજિક તત્વોમાં ભારે ફાટકો પડી ગયો છે. પોલીસ દ્વારા આરોપીના અન્ય ગુનાહિત જોડાણો અંગે વધુ તપાસ ચાલુ છે.










