MORBI આયુષ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. પ્રતિક પટેલે હેમરેજનું થયેલ યુવાનનું સફળ ઓપરેશન કર્યું.

MORBI આયુષ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉ. પ્રતિક પટેલે હેમરેજનું થયેલ યુવાનનું સફળ ઓપરેશન કર્યું. .
મુકેશભાઈ નામના દર્દી ઉમર વર્ષ 33, નું અકસ્માત થતાં મગજમાં ખુબજ ગંભીર ઇજા પોહચી હતી અને મગજના ભાગે ઇજા ના કારણ થી લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું અને ભાન અવસ્થા ખોરવાઈ હતી.
જે બાદ તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લવાયા અને ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલ સાહેબ દ્વારા તાત્કાલિક હેમરેજ નું ઓપરેશન કરવામાં આવ્યું. ત્યાર બાદ દર્દીની ICU હેઠળ 3 દિવસ વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી ત્યાર બાદ ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલ સાહેબની મેહનત થી દર્દી ને વેન્ટિલેટર ઉપરથી બહાર કઢાયા અને દર્દીને સફળતા પૂર્વક રજા કરવામાં આવી.
આ રીતે હેમરેજ જેવી મોટી ઇજાઓ માં પણ સમયસર સારવાર મળી રહે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. મોરબી જિલ્લામાં એક માત્ર ફુલ ટાઈમ ન્યૂરો સર્જન સેવા આપે છે. મોરબી જિલ્લાની સૌથી મોટી ક્રિટિકલ કેર ટીમ સાથે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ન્યરૉસર્જરી જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં તાત્કાલિક સારવાર મળી રહે છે.








