MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પંચાસર ગામે ટ્રેક્ટર માંથી પડેલ માટી સાફ કરાવવા કહેતા યુવકને માર માર્યો

MORBI:મોરબીના પંચાસર ગામે ટ્રેક્ટર માંથી પડેલ માટી સાફ કરાવવા કહેતા યુવકને માર માર્યો

 

 

મોરબી તાલુકાના પંચાસર ગામે ગાડા મારગ નું કામ ચાલું હોય તેથી ટ્રેક્ટરો માટી ભરી ચાલતા હોય ત્યારે યુવકના ઘર સામે માટી તથા પથ્થર પડેલ હોય જેથી આ માટી સાફ કરાવવા કહેતા આરોપી ઉશ્કેરાઇ યુવકને માર મારી જાતી પ્રત્યે હડધૂત કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વસંતભાઈ ગલાભાઈ ટુંડીયા (ઉ.વ.૩૯) એ તેમના જ ગામના આરોપી બળભદ્રસિંહ ઉર્ફે પીન્ટુભાઈ ઝાલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ સાથીના ટ્રેક્ટર પંચાસર ગામથી થારી સીમ તરફ જતા ગાડા મારગનુ કામકાજ ચાલુ હોય ટ્રેક્ટરોમા માટી ભરી ચાલતા હોય અને ફરીયાદીના ઘરની સામે ગામના મુખ્ય રોડ ઉ૫ર પથ્થર તથા માટી પડેલ હોય જેથી આ માટી સાફ કરાવવા કહેતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ગાળો બોલી જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનીત થાય તેવા શબ્દો બોલી આરોપીએ ફરીયાદીને માર માર્યો હોવાની  તાલુકા પોલીસ સ્ટેશન ને ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!