GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI- ભુજ-મોરબી-રાજકોટ સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ.

MORBI- ભુજ-મોરબી-રાજકોટ સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ.

 

 

મોરબી: રેલ્વે વિભાગ દ્વારા ભુજ-મોરબી-રાજકોટ સ્પેશિયલ ટ્રેનનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબી રેલ્વે સ્ટેશન પર આ ટ્રેનનું સ્વાગત ભાજપના જીલ્લા પ્રમુખ અને આગેવાનો તથા પત્રકાર એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

ભુજ-મોરબી-રાજકોટ ટ્રેનનું ટાઈમ ટેબલ જોઈએ તો ભુજથી સવારે ૬.૫૦ એ ઉપડશે તે મોરબી ૧૧.૨૨ કલાકે પહોંચશે જ્યારે રાજકોટ ૧.૩૫ કલાકે પહોંચશે, આ ઉપરાંત રાજકોટથી બપોરે ૨.૩૦ કલાકે પરત ઉપડશે જે મોરબી બપોરે ૩.૫૧ પહોંચશે અને ભુજ રાત્રે ૯.૪૦ કલાકે પહોંચશે, આ ટ્રેન મોરબી, દહીંસરા, માળીયા(મી), સામખીયાળી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે. મહત્વપૂર્ણ છે કે આ ટ્રેન માટે સ્થાનિક આગેવાનો અને મુસાફરો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. જો આ ટ્રેનને સારો પ્રતિસાદ મળશે, તો તેને કાયમી કરવા માટે રેલ્વે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે.

Back to top button
error: Content is protected !!