MORBI ભાજપ જનતાના અવાજથી ડરી ગઈ છે, હવે સોશિયલ મીડિયા પર તાનાશાહી ચલાવી રહી છે – આમ આદમી પાર્ટી મોરબી

MORBI ભાજપ જનતાના અવાજથી ડરી ગઈ છે, હવે સોશિયલ મીડિયા પર તાનાશાહી ચલાવી રહી છે – આમ આદમી પાર્ટી મોરબી
ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને અનેક કાર્યકર્તાઓ તથા સોશિયલ ઈન્ફ્લુએન્સર્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ફેસબુક પેજ થયા બંધ. જેમાં મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પરિમલ કૈલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ સામેલ છે.
ભાજપ હવે જનતાના ઉઠતા અવાજથી ભયભીત થઈ ગઈ છે. જનતા હવે સોશિયલ મીડિયા દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને અણ્યાય સામે અવાજ ઉઠાવી રહી છે, જેના કારણે ભાજપ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તાનાશાહી રસ્તો અપનાવી રહી છે.
ભાજપ સરકાર દ્વારા ગુજરાત પોલીસને આગળ રાખીને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને પેજ પર ખોટી રીતે સ્ટ્રાઈક કરાવી બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ભાજપ હવે લોકશાહી નહીં પરંતુ ડર અને દમન દ્વારા રાજકારણ ચલાવવું માંગે છે.
મોરબી આમ આદમી પાર્ટી આ ઘટનાની સખત નિંદા કરે છે. આ કોઈ એક પાર્ટી પર હુમલો નથી, પરંતુ ગુજરાતની જનતા અને લોકશાહી પર સીધો હુમલો છે. ભાજપની આ હિટલરશાહી નીતિઓ હવે જનતા સહન કરવાની નથી.
અમે વધુ તાકાતથી અને વધુ સંગઠિત રીતે આ લડત લડશું અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપને જડમૂળથી ઉખાડી ફેંકીશું.
આમ આદમી પાર્ટી માંગ કરે છે કે તાત્કાલિક આ પ્રકારની કાર્યવાહી બંધ કરવામાં આવે અને ખોટી રીતે બંધ કરાયેલા એકાઉન્ટ્સ/પેજ ફરીથી ચાલુ કરવામાં આવે. જો ભાજપ સરકાર આ તાનાશાહી ચાલુ રાખશે તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરશે અને જનતા સાથે રસ્તા પર ઉતરીને જવાબ આપશે.










