ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગામે સ્વાધ્યાય પરિવાર દ્વારા મંત્રોચ્ચાર સાથે વડ ના છોડનું વાવેતર કરવામાં આવ્યું
ગ્રામજનો દ્વારા સ્વાધ્યાય પરિવારના મોભી દીદી ના જન્મદિવસ નિમિત્તે ૪૦ વડ ના વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું
છોડમાં રણછોડ છે અને વૃક્ષમાં વાસુદેવ છે તેવા અભિગમ સાથે સ્વાધ્યાય પરિવાર નાના વાસણા દ્વારા આજરોજ સ્વાધ્યાય પરિવારના મોભી દીદી ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, નાના વાસણા ગામના સ્વાધ્યાય પરિવાર દ્વારા આજરોજ ૧૨ મી જુલાઈના દીને દીદી નો જન્મદિવસ હોય ૪૦ જેટલા વડ ના વૃક્ષોનું વાવેતર ગામના દરેક પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, વડના વૃક્ષોનું વાવેતર કરતા પૂર્વે ગામના દરેક પરિવાર દ્વારા બાલધરૂ ની પૂજા કરી નારાયણ ઉપનીષદ અને શ્રીસુક્તમનું પારાયણ કરી વૃક્ષો વાવવામાં આવ્યા હતા, સાથે સાથે વૃક્ષારોપણ માં જોડાયેલા દંપતિ પરિવાર દ્વારા એવો સંકલ્પ લેવામાં આવ્યો હતો કે દરરોજ આ વાવેતર કરેલ વૃક્ષો પર પાણીનો અભિષેક કરીશું અને સો ટકા વૃક્ષોનું જતન કરીશું, અત્રે ઉલ્લેખનીય છે કે ૧૫ વર્ષ પૂર્વે માધવવૃંદ નો પ્રયોગ પણ નાના વાસણા ગામમાં કરવામાં આવ્યો હતું જેમાં વાવેતર કરેલ વૃક્ષો પૈકી તમામ સો ટકા વૃક્ષો આજે પણ નાના વાસણા ધરતી પર લહેરાઈ છે, આજના કાર્યક્રમમાં ખુબ ઉત્સાહથી ૪૦ વડ ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે નાના વાસણા ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત છે, સ્વાધ્યાય પરિવારના પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ના વિચારોથી પ્રેરાય ગ્રામજનો દ્વારા ચૂંટણી કરવામાં આવી હતી અને સમરસ ગ્રામ પંચાયત કરવામાં આવી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી