GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સીપાઇવાસમા થયેલ મર્ડર ના આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી પાડતી મોરબી સીટી એ ડીવી. ડીવીજન પોલીસ

MORBI:મોરબી સીપાઇવાસમા થયેલ મર્ડર ના આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી પાડતી મોરબી સીટી એ ડીવી. ડીવીજન પોલીસ

 

 

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મુકેશકુમાર પટેલ સાહેબ નાઓની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગઇકાલ તા.૧૯/૧૦/૨૦૨૫ ના રાત્રીના સવા-એક વાગ્યાના અરસામાં ફરીયાદી મોહસીન ફારૂકભાઇ કુરેશી /સીપાઇ રહે.સીપાઇવાસ, જમાદાર શેરી, મોરબી વાળાને આરોપી 1 ખાલીદ ફીરોજભાઇ સમા સીપાઇ રહે. સીપાઇવાસ, મસ્જીદવાળી શેરી, મોરબી વાળાએ ફોન કરીને કહેલ કે તુ મારી વહું સામે શું કાતર મારે છે.તુ સીપાઇવાસમાં આવ તેમ કહેતા ફરીયાદી તથા તેના બનેવી મકબુલ મહંમદભાઇ કુરેશી એકટીવા મોટર સાયકલ લઇને સીપાઇવાસમાં રાત્રીના આશરે દોઢેક વાગ્યાના અરસામાં પહોંચેલ ત્યારે સીપાઇવાસમાં ગઢની રાંગ પાસે પહોંચતા આરોપી ખાલીદ ફીરોજભાઈ સમા અને તેનો નાનો ભાઇ શકીલ ફીરોજભાઇ સમા તેમજ તેના પિતા ફીરોજભાઈ ઉસ્માનભાઇ સમા તેમ ત્રણેય ઉભા હતા.અને ખાલીદ ગાળો બોલતા-બોલતા સીધો તેના નેફામાંથી છરી કાઢી, ફરી.ને મારતા માથામા લાગેલ ત્યારે ફરીયાદીના મામાનો દિકરો મહમદભાઇ કુરેશી મને છોડાવા માટે ત્રણેય બાપ-દિકરાને સમજાવતા હતા.ત્યારે આરોપી ખાલીદ સમાએ તેના હાથમાં છરી હતી તેનાથી મરણજનાર મકબુલ મહમદભાઇ કુરેશીને પડખામાં ડાબી બાજુના ભાગે એક ઘા મારેલ હતો અને તેને લોહી નીકળવા લાગતા તેને મોરબી સીવિલ હોસ્પીટલે સારવારમાં લઇ આવેલ ગયેલ હતા પરંતુ સરકારી હોસ્પીટલ ખાતે તેને ડોકટરશ્રી એ મરણ ગયેલ જાહેર કરેલ હતા જેથી આરોપી (૧) ખાલીદભાઇ ફીરોજભાઇ સમા (૨)શકીલ ફીરોજભાઇ સમા (૩) ફીરોજભાઈ ઉસ્માનભાઇ સમા રહે.ત્રણેય સીપાઇ વાસ મોરબી વિરુધ્ધ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ફરીયાદ રજીસ્ટર કરવામાં આવેલ હતી બાદ તાત્કાલીક બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ તેમજ આરોપીઓને તેજ દિવસે ધરપકડ કરી ગુન્હામા ઉપયોગમાં લેવાયેલ હથીયાર, કપડા કબ્જે કરવામાં આવેલ છે.આમ આરોપીઓને તાત્કાલીક ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!