GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:કોન્ટ્રાક્ટર ના બુદ્ધિના પ્રદર્શનથી મોરબી “મહાનગરપાલિકા”ની આબરૂના લીરેલીરા થયા

MORBI:કોન્ટ્રાક્ટર ના બુદ્ધિના પ્રદર્શનથી મોરબી “મહાનગરપાલિકા”ની આબરૂના લીરેલીરા થયા

 

 

મોરબી શહેરમાં બનતા રોડમાં ગુણવત્તા નબળી અને ગેરરીતિ વધુ!

રીપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી 

મોરબીમાં કોઈ ઈમરજન્સી સમય
ન હોવા છતાં ડી- ૪૫ હેઠળ બનાવવામાં આવેલા રોડનું જબરજસ્ત કૌભાંડ થયું છે. જે તાજેતરમાં જ ૭૦૦ જેટલી સિમેન્ટ ગઠ્ઠા થઈ ગયેલી છે તે આ નબળા બનેલા રોડનું પુરાવા તરીકે તાજો દાખલો છે. ત્યારે હાલ પંચાસર રોડ અને રવાપર રોડ નાં કામ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહ્યા છે જેમાં રવાપર રોડ હજુ પૂરો થયો નથી ત્યાં રોડમાં ગાબડા પડી ગયા છે. જે રોડની નબળી ગુણવત્તા અંગે ચાડી ખાઈ રહ્યા છે. ત્યારે આ રોડની ક્વોલિટી અંગે મહાનગરપાલિકા દ્વારા તપાસ કરાવશે કે કેમ? જો તેવું થાય તો રોડની ગુણવત્તા નબળી અને ગેરરીતિ વધુ બહાર આવે તેવી પૂરી શક્યતા છે. જો એવું થાય તો ગુજરાતનાં મુખ્યમંત્રી જોર જોરથી ગુણવત્તા અંગે જાહેર નિવેદનમાં ભાર મૂકે છે અને નબળી ગુણવત્તા નું કામ કરનારા એજન્સીને બ્લેકલિસ્ટ માં મૂકી દેવાશે તેવુ નિવેદનમાં જણાવે છે તો આ બાબતે રવાપર રોડનું હજુ કામ જ પૂરું થયું છે ત્યાં પાછળ પાછળ થીગડા મારવાનું પણ શરૂ થઈ ગયું છે જેમાં કોન્ટ્રાક્ટર ના બુદ્ધિનું પ્રદર્શન પણ થઈ રહ્યું છે. સીસી રોડ બનાવેલ તેના ઉપર ફરી પાછું એક થી બે ઇંચ જાડાઈનું થીગડું મારી મોરબી “મહાનગરપાલિકા”ની આબરૂના લીરે લીરા ઉડાડી નાખ્યા છે. આ ઘટના જોતા ખરેખર એન્જિનિયર કોરોના કાળમાં પાસ થયા હોય તેવું લાગે છે. કેમકે કોઈ પણ પ્રકારના સિમેન્ટ રોડ પર અન્ય જોડાણ કરતા પહેલા ઓછામાં ઓછું બે ઇંચ નું ખોદાણ કરવું ખૂબ જરૂરી હોય છે જેની જગ્યાએ કોન્ટ્રાક્ટરે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરી સિમેન્ટ રોડ ઉપર જ સિમેન્ટનો માલ પાથરી દીધી. જેના કારણે હાલ પોપડા ઉખડવા લાગ્યા. અને આ કામને મંજૂર કરનાર મોરબી નગરપાલિકાના એન્જિનિયર પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ કઈ પ્રકારની કામગીરી ને ચલાવી લેવામાં આવી છે. જો ખરેખર મોરબી મહાનગરપાલિકાના એન્જિનિયર કે અધિકારીઓ જો ભ્રષ્ટાચારમાં સામેલ ન હોય તો તાત્કાલિક ધોરણે આ થીગડું દૂર કરાવી નિયમ મુજબ ખોદકામ કરી ત્યાં ફરી પાછો સિમેન્ટ નો માલ નાખી સારો રોડ બનાવવો જોઈએ અન્યથા આ કામ કરનાર એજન્સીને બ્લેક લિસ્ટ માં મુકવી જોઈએ અને આ રોડની ગુણવત્તા અંગે ક્વોલિટી કંટ્રોલ પાસે તપાસ કરાવવામાં આવે અને જરૂર પડે આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ માં મૂકી દેવામાં આવશે તો જ રોડની ગુણવત્તા વધશે અને લોકોને લાંબો સમય સુધી સારા રોડની સુવિધા મળતી રહેશે

Back to top button
error: Content is protected !!