MORBI:દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા શરદ પૂનમ, ભવ્ય રાસ-ગરબા મહોત્સવ યોજાયો
MORBI:શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા શરદ પૂનમ, ભવ્ય રાસ-ગરબા મહોત્સવ યોજાયો
શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબી દ્વારા દશનામ ગોસ્વામી સમાજ માટે શરદ પૂનમ, ભવ્ય રાસ-ગરબા મહોત્સવ યોજાયો હતો ત્યારે મોરબી શહેર તથા તાલુકાના ગામડાના વિસ્તારમાં રહેતા તમામ દશનામ ગોસ્વામી સમાજના પરિવારો એ બોહળી સંખ્યામાં ભાઇઓ તથા બહેનોએ હાજરી આપી હતી
શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા તા.૦૪-૧૦-૨૦૨૫ ને શનિવારના રોજ રાત્રે ૮ થી ૧૨ કલાકે સાંઇ બાગ, ઉમા ટાઉનસીપ મેઈન ગેટ સામે, મોરબી-૨ ખાતે શરદ પૂનમ, રાસ-ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિટા ગોસ્વામી ગ્રુપે રાસ- ગરબાની રમઝટ બોલાવી હતી. લોકો મનમુકીને રમ્યા હતા. આ મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલ ખેલૈયાઓ ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવીયા હતાં. સાથે આ રાસ- ગરબા મહોત્સવમાં સારૂં પરફોર્મન્સ આપનાર ભાઇઓ તથા બહેનો – ખેલૈયાઓ ઈનામ આવીયા હતાં ..
આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો એ આયોજન ને બીરદાવી યુવક મંડળ ને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવાશ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબી ના પ્રમુખ બળદેવગીરી દેવગીરી. ઉપપ્રમુખ નિતેષગીરી મનહરગીરી.પુર્વ પ્રમુખો અમિતગીરી ગુણવંતગીરી તથા તેજસગીરી મગનગીરી તથા યુવક મંડળ ટીમ ભારે જહેમત ઉઠાવી હતી…