MORBI:બી.આર.સી.ભવન હળવદ ખાતે મોરબી જિલ્લાકક્ષા કલાઉત્સવનું ભવ્ય આયોજન કરાયું

MORBI:બી.આર.સી.ભવન હળવદ ખાતે મોરબી જિલ્લાકક્ષા કલાઉત્સવનું ભવ્ય આયોજન કરાયું
તા. ૧૨/૧૨/૨૦૨૫ ને શુક્રવારના રોજ બી.આર.સી ભવન-હળવદ ખાતે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-મોરબી આયોજિત તથા બી.આર.સી ભવન હળવદ સંચાલિત મોરબી જિલ્લાકક્ષા કલાઉત્સવનું ભવ્ય આયોજન કરાયું જેમાં સમગ્ર મોરબી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 68 જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબીનાં પ્રાચાર્યશ્રી સંજયભાઈ મહેતા સાહેબ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના લેક્ચરર શ્રી પ્રશાંતભાઈ અંબાસણા સાહેબ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબીથી માધવનભાઈ સતાણી સાહેબ તથા મોરબીના તમામ તાલુકાના બી.આર.સી. કો ઓર્ડિનેટર સાહેબોની સાથે મોરબી જિલ્લાના વિવિધ શિક્ષક સંગઠનોના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ બાળ કલાકારોએ પોતાની કલાના કામણ પાથરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.કાર્યક્રમના અંતે યોજાયેલ સન્માન સમારોહમાં તમામ મહાનુભાવોના હસ્તે ભાગ લેનાર તમામ બાળ કલાકારોને શિલ્ડ, પ્રમાણપત્રો અને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કલાઉત્સવ કન્વીનર શ્રી સોનલબેન કે. ચૌહાણ અને સહ કન્વીનરશ્રી મિલનકુમાર કે. પટેલના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન હળવદની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.







