કાલોલમાં મોહરમ પર્વની ઉજવણી લઈને નગરમાં નીકળ્યું તાજીયાનું ભવ્ય જુલૂસ, કલાત્મક તાજીયા આકર્ષક નું કેન્દ્ર બન્યા.

તારીખ ૨૬/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવણી કરે છે. મહોરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે.ઈતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની ૧૦ તારીખે પયગંબર હઝરત મોહમ્મદના સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા.તેમને ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના ૭૨ સાથીઓ પણ શહીદ થયા હતા.જ્યારે આ યુદ્ધ સત્ય અને અસત્ય માટેનું હતું.જ્યારે દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઈમામ હુસૈન ની યાદમાં મોહરમની ઉજવણી કરે છે જેને લઇ આજે કાલોલ નગરમાં પણ પરંપરાગત રીતે ભવ્ય મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને કાલોલના તાજીયામાં અનેક પ્રકારની કલાત્મક દર્શાવવામાં આવે છે.અને તેમાં વિવિધ સજાવટો કરવામાં આવે છે.જો કે મોહર્રમ માસની ૯મી તથા ૧૦મી તારીખે આ તાજીયા (ઝરી) પોત પોતાના વિસ્તાર માંથી સરઘસ કાઢીને કાલોલ જુમ્મા મસ્જિદ પાસે નુરાની ચોકમાં દર્શાનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે. અને નુરાની ચોકમાં મોહર્રમ માસની ૧૦ તારીખે યૌમે આશુરા આ શુભ દિવસે કરબલા ખાતે બનેલી આ કરૂણગાથાના માનમાં યા હુસેન યા હુસેન નારા સાથે નાતેપાક, મનકબત, સલાતો સલામ, હુસેનની મહેફિલો યોજાઈ હતી અને શહિદોની સ્મૃતિમાં ઠેર ઠેર જાહેર સબિલો રચવામાં આવી હતી અને તેના દ્વારા નિયાઝે હુસેનની સરબત, ઠંડા પાણી, દૂધ કોલડ્રીકસ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને અશરની નમાજ અદા કરી સલાતો સલામ બાદ અલવિદા પડી નુરાની ચોક માથી તાજીયાનું જુલુસ દરગાહ રોડ થઈ કાલોલ પોલીસ સ્ટેશન પાસે મામલતદાર કચેરી પાસે પહોંચી નાના મોટા બધાજ તાજીયા (ઝરી) ઉપર ગુલાબ જળ છાંટી યા હુસેન યા હુસેનના બુલંદ નારા સાથે ઠંડા કરીને વિવિધ જગ્યાઓ પર વિસર્જન કરવા લઇ જવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે આજે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ,પી.એસ.આઈ. પી.કે ક્રિશ્ચયન સાથે પીએસઆઇ એમ.આર.મોહનીયા સહિત પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.









