
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૫ ઓક્ટોબર : ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત શરૂ રાખી નાગરિક પ્રથમના અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી ચાલી રહી છે. ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર કચ્છમાં જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે માંડવી ખાતે પદયાત્રા યોજાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા. વિકાસ પદયાત્રા રાવલપીર દીવા દાંડીથી શ્યામજીકૃષ્ણ વર્મા સ્મારક સુઘી યોજાઇ હતી. જેમાં ધારાસભ્યશ્રી અનિરૂદ્ધભાઈ દવે, અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મયોગીઓ જોડાયા હતા.






