જન્મદિવસની નિમિત્તે વૃક્ષ રોપણ કરી અનેરી ઉજવણી કરી
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના અણીયાદ ચોકડી પાસે પંચવટી સોસાયટીમાં રહેતા દરજી નિલેશકુમાર નટવરલાલ તેમનાં છોકરાં નું જન્મ દિવસ નિમિત્તે વૃક્ષો ગ્લોબલવાર્મિંગના કારણે પર્યાવરણની સમતુલા ખોરવાઇ રહી છે ત્યારે લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ આવે તે માટે શહેરાનાં દરજી પરિવારે નવતર અભિગમ અપનાવ્યો છે. પુત્રનાં જન્મદિવસની ઉજવણીમાં આવેલાં તમામ મહેમાનોને વૃક્ષના રોપાણ કરી તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
વૃક્ષોના આડેધડ નિકંદનને લઇ વિશ્વ પર ઊભી
થઈ રહેલી ગ્લોબલ વોર્મિંગની અસર સામે વધુ
વૃક્ષનું વાવેતર કરવું જરૂરી બની ગયું છે. વિકલ્પને સાર્થક કરવા માટે શહેરા એક પત્રકાર તથા દરજી પરિવાર દ્વારા પોતાની પુત્ર
જન્મ દિનની ઉજવણી કરતાં અનોખી પહેલ કરી
આવનાર મહેમાનોને વૃક્ષોના રોપાનું વિતરણ
કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની જટિલ
સમસ્યાને દૂર કરવા વિશ્વમાં પ્રયત્ન થઈ રહ્યા છે.
પરંતુ હજી પણ લોકોમાં જોઈએ એટલી જાગૃતી
આવી નથી. પર્યાવરણના જતન માટે જો દરેક
માનવી દ્વારા એક પણ વૃક્ષ વાવે તો ગ્લોબલ
વોર્મિંગની અસરને અટકાવવામાં મદદરૂપ થઇ
શકે તેમ છે. બસ છે જરૂર છે લોકોને જાગૃત
કરવાની. બસ કઈક આવાજ વિચાર સાથે
શહેરા નિલેશ દરજી પરિવાર દ્વારા પોતાની
પુત્રના આશીના જન્મ દિવસની ઉજવણીનો
નવતર અભિગમ અપનાવ્યો હતો. જન્મદિવસની
ઉજવણીમાં આવેલાં તમામ મહેમાનોને રિટન
ગીફ્ટ રૂપે વૃક્ષોના રોપા આપી તેને વાવી તેનું
જતન કરવા અપીલ કરવામાં આવી હતી.