અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લાના સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક અને જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયાના હસ્તે જિલ્લના સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સંસ્થામાં આશ્રિત બાળકીઓ સાથે વાર્તાલાપ કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સાથેજ તેમણે સંસ્થાના સ્ટાફને સુચારૂ કામગીરી માટે જરૂરી સુચનો પણ આપ્યા હતા. આ ઉદ્ઘાટન સમયે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.