BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
નબીપુર પ્રાથમિક કન્યા શાળા ખાતે આનંદ મેળો યોજાયો, બાળકોએ ઉત્સાહભેર મોજ માણી.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત પ્રાથમિક કન્યાશાળા દ્વારા આજરોજ 2025 નો આનંદ મેળો યોજાયો હતો. જેમાં શાળાની બળાઓએ વિવિધ ખાણીપીણી ના સ્ટોલ નું આયોજન કર્યું હતું. શાળાના બાળકોએ આ મેળાની મોજ ઉત્સાહભેર માણી હતી. આ મેળામાં નબીપુરની પ્રાથમિક કુમારશાળા ના બાળકો પણ મુલાકાતે આવ્યા હતા અને તેમણે પણ ખાણીપીણી ની મોજ મારી હતી. બંને શાળાના શિક્ષકગણે આ આનંદ મેળામાં પોતાનો સહયોગ આપ્યો હતો અને શાળાના પ્રતાગણ મા બાળકો શાંતિમય રીતે આંનદ માની શકે અને સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખી હતી. આ મેનામાં ફરતા બાળકો ખુબજ ઉત્સાહી અને મોજમસ્તીમાં દેખાતા હતા. આ આનંદ મેળાને સફળ બનાવવા બદલ નબીપુર કન્યાશાળાના આચાર્યા એ સૌ શિક્ષકગણ અને હાજર રહેલા બાળકોનો આભાર માન્યો હતો. આ મેળા દરમ્યાન પર્યાવરણ નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.