MORBI:ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો

MORBI:ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો
ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લાના કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ તારીખ 14 અને 15જૂન ના હાડકેશ્વર મહાદેવ મંદિર નેસડા ખાનપર ગામ ખાતે ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ શ્રી સિણોજીયા બાબુલાલ એલ .ના અધ્યક્ષ સ્થાને વર્ગ યોજવામાં આવેલ હતો .
તેમાં બધા જ તાલુકા ના પ્રમુખ મંત્રી તેમજ જિલ્લાની પૂર્ણ કારોબારી ઉપસ્થિત રહી હતી તેમાં ભારતીય કિસાન સંઘના પ્રદેશ કારોબારી સદસ્યશ્રી મનસુખભાઈ પાટોળીયા,તેમજ પ્રદેશ જળ આયામ પ્રમુખ શ્રી ભીખાદાદા ઉપસ્થિત રહ્યા હતા.મોરબી જિલ્લાના પ્રમુખ શ્રી સિણોજીયા બાબુલાલ એલ. ના અધ્યક્ષ સ્થાને. બે દિવસ ના વર્ગનું આયોજન કરવામાં આવ્યું તારીખ 14 ના ત્રણ વાગ્યે દિપ પ્રાગટ્ય અને કિસાન ગીત કરીને પ્રશિક્ષણ વર્ગ શરૂઆત કરવામાં આવ્યો હતો.
બે દિવસીય કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ માં મનસુખભાઈ પટોળિયા એ તેના સત્રો માં ભારતીય કિસાન સંઘ સ્થાપના નો હેતુ ભારતીય કિસાન સંઘ ની કાર્યપદ્ધતિ સંગઠનની નીતિ રીતિ કાર્યકર્તા ની જવાબદારી અને તેના કાર્યની સમજ અને અભ્યાસ વર્ગ નો હેતુ કિસાન સંઘના સ્થાપક શ્રી દતોપંત ઢેંગડેજી નું જીવન ચરિત્ર વગેરે વિષયો ઉપર ઊંડાણપૂર્વક કાર્યકર્તાને સમજણ આપી હતી. અને કાર્યકર્તાની જિજ્ઞાસા નું સમાધાન કર્યું હતું. તેમજ ભીખાદાદા એ તેના સત્ર માં કિસાન સંઘની કાર્યપદ્ધતિ ગ્રામ સમિતિ નું કાર્ય ગ્રામ સમિતિના કાર્યથી ગ્રામ ઉત્થાન કાર્યકર્તા ની નૈતિક જવાબદારી વગેરે વિષયો ઉપર વિશેષ છણાવટ કરી માર્ગદર્શન આપ્યું હતું
એક સત્રમાં શ્રી દાજીબાપુ માથક વાળા એ ગૌ સેવા ગતિવિધિ તેમના વિષયમાં ગાય અને ખેતી તેમજ ગાય માતાનું છાણ ગૌમૂત્ર દૂધ તેમજ ગાયના મૃત્યુ પછી પણ કેટલું ઉપયોગી છે તેની સમજણ આપી હતી જીવનમાં ગાયનું મહત્વ સમજાવ્યું હતું અને રાત્રે જિલ્લાના તાલુકા સહ એક બેઠક લેવામાં આવી આ બેઠકમાં આવતા સમયમાં પ્રશિક્ષણ વર્ગ તાલુકા સ્તરે કરવાનું નક્કી એ વર્ગમાં દરેક ગ્રામ સમિતિના કાર્યકર્તાઓ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લેશે એવું નક્કી થયું હતૂ આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા ઉપપ્રમુખ આશિષભાઈ કગથરા જીલ્લા મંત્રી શ્રી નાથાલાલ ઢેઢી, કોસા અધ્યક્ષ પ્રજ્વલ દેત્રોજા,જીલ્લા યુવા પ્રમુખ શ્રી ભાવેશ ભાઈ ભોરણીયા,તેમજ જિલ્લા ના સદસ્ય શ્રીઓ અને દરેક તાલુકાના પ્રમુખ મંત્રી પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાપનમા જીલ્લા પ્રમુખ શ્રી સિણોજીયા બાબુલાલ એલ .કાર્યક્રમ ના સમાપનમાં પવિત્ર સ્થળ હાડકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન નેસડા ખા.નો આભાર માન્યો હતો સંઘના કોઈપણ કાર્યમાં હાડકેશ્વર મહાદેવ મંદિર તત્પર રહે છે તે બદલ વિશેષ નોંધ લીઘી હતી.સર્વે જવાબદાર કાર્યકર્તાઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક કાર્યક્રમ સફળ બનાવવા માટે જવાબદારી નિભાવી તે બદલ કાર્યકર્તાની સહરાના કરી હતી.પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લા ની તમામ કારોબારી બધા જ તાલુકા ના પ્રમુખ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા સંચાલન જિલ્લા મંત્રી નાથાલાલ ઢેઢી ઍ કર્યું હતું
અભ્યાસ વર્ગમાં પ્રદેશ તેમજ જિલ્લાના 30 કાર્યકર્તા પોતાનો સમય આપ્યો હતો.










