GUJARATKUTCHMUNDRA

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રતાડીયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની તબીબી તપાસ કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોટૅર :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા.25 જુલાઈ : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ મુન્દ્રા તાલુકાની રતાડીયા સંજીવની ઉત્તર બુનિયાદી વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.ટીમ નંબર 1240932ના ડો. સુહાનાબેન મિસ્ત્રી તથા આરોગ્ય કાર્યકર કરુણાબેન ચાવડા દ્વારા વિદ્યાર્થીઓની દાંત, આંખ, ત્વચા, પોષણ, શારીરિક અને માનસિક વિકાસ સહિતની સંપૂર્ણ તબીબી ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, બાળકોનું વજન અને ઊંચાઈ પણ માપવામાં આવ્યા હતા જેથી તેઓના પોષણ સ્તરનું નિરૂપણ થઈ શકે. પોષણ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ગંભીર રોગના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે.

સમગ્ર કામગીરી શાળાના પ્રિન્સિપાલ ચંદુભાઈ ડી. ગોહેલના માર્ગદર્શન હેઠળ જાગૃતિબેન રાયચુરા, અનિલભાઈ હિંગડા, પૂર્વેશ ઝાલા, મીરાંબા જાડેજા તથા સર્વમંગલ ઉચ્ચ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ હર્ષાબેન મયાત્રાના માર્ગદર્શન હેઠળ અંકિતાબેન હિતેશભાઈ ઠક્કર, ફિઝાબેન દેપારાના સહયોગથી શિસ્તબદ્ધ રીતે પાર પાડવામાં આવી.

શાળાના મુખ્યાધ્યાપકશ્રીએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની તબીબી ચકાસણી માત્ર તાત્કાલિક સારવાર પૂરતી ન રહી, પરંતુ વિદ્યાર્થીના પોષણ અને આરોગ્ય માટે લાંબાગાળાની અસર પાડે છે. આજના બાળકો આવતીકાલના નાગરિક છે, તેમનો વિકાસ એ આપણા માટે અગ્ર પ્રાથમિકતા છે.”

કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ટીમ, વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફની ઉપસ્થિતિમાં આરોગ્ય પર ચર્ચા યોજાઈ હતી અને બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!