MORBIMORBI CITY / TALUKO

MORBI: જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે.

MORBI: જલારામ ધામ-મોરબી નો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે.

 

 

માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા (એ.સી.) હોલ નુ લોકાર્પણ, સ્વ.રસિકલાલ અનડકટ સેવાભવન નું લોકાર્પણ, પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેર ના શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૨-૩-૨૦૨૫ રવિવાર ફાગણ સુદ ૩ ના રોજ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે. જે અંતર્ગત સવારે ૬ઃ૩૦ કલાકે પ્રભાતધૂન, સવારે ૯ કલાકે મહા ગાયત્રિ યજ્ઞ, સાંજે ૪ કલાકે *એ.સી., જનરેટર, લીફ્ટ ની સુવિધાઓથી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા હોલ નું લોકાર્પણ*, સાંજે ૪ઃ૩૦ કલાકે શ્રી જલારામ ધામ ના કાર્યકર્તાઓ તથા સહયોગીઓનો સન્માન સમારોહ, સાંજે ૬ઃ૩૦ કલાકે *સ્વ.રસિકલાલ અનડકટ(સ્થા.પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના) સેવા ભવન નું લોકાર્પણ*, સાંજે ૭ કલાકે મહાઆરતી, સાંજે ૭ઃ૩૦ કલાકે મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે.
માતુશ્રી શાંતાબેન એ.દોશી-ડો.કુસમબેન એ.દોશી અન્નપૂર્ણા ભવન નું લોકાર્પણ શ્રી કીરણભાઈ એ.દોશી, શ્રી હિરેન્દ્રભાઈ એ.દોશી તથા દોશી પરિવાર ના વરદ્ હસ્તે યોજાશે તેમજ સ્વ.રસિકલાલ અનડકટ સેવા ભવન નું લોકાર્પણ સંતો-મહંતો તથા અનડકટ પરિવાર ના વરદ્ હસ્તે યોજાશે.
શ્રી જલારામ ધામ-મોરબી દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, શબવાહિની સેવા, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ, કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સેવા, મેડિકલ સાધનો ની સેવા, દર માસે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવા માં આવે છે ત્યારે શ્રી જલારામ ધામ-મોરબી ખાતે ૪૦૦૦ સ્કેવર ફુટ માં એ.સી., લીફ્ટ, જનરેટર ની સુવિધાઓ થી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી- ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવન નુ લોકાર્પણ અષ્ટદશમ્ પાટોત્સવ ના દીવસે યોજવામાં આવશે.ઉપરોક્ત દરેક કાર્યક્રમ માં સમયસર પધારવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા શ્રી જલારામ ધામ-મોરબી તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!