MORBI- લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
MORBI- લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
આજરોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા સાત્વિક ક્લિનિક, શિવમ પ્લાઝા, મહેન્દ્રનગર ખાતે વિનામૂલ્યે કાયમી પાંચમું ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ સેન્ટર નું ક્લબના પ્રમુખ શ્રી કેશુભાઈ દેત્રોજા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને ખુલ્લું મૂકવામાં આવ્યું.
આ પ્રસંગે ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ ના સૌરાષ્ટ્ર કરછ ના પૂર્વ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા એ જણાવેલ કે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા જીવદયા,પર્યાવરણ, શિવણ ક્લાસ,કુપોષિત બાળકોને દતક લેવા જેવા આરોગ્ય વિષયક જેવા અનેકવિધ સેવાયજ્ઞ ચાલેછે. આ સેવામાં વધારો કરી મોરબી 2,અને મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં લોકોની સુખાકારી માટે વિનામૂલ્યે ડાયાબિટીસ
બીપી.અને ઓક્સિજન ચેકઅપ કરી આપવામાં આવશે તો આ વિસ્તાર ના લોકોને લાભ લેવા વિનંતી કરેલ
આ પ્રોજેક્ટને સફળ બનાવવા લા.નાનજીભાઈ મોરડિયા,લા.મનસુખભાઈ જાકાસણીયા પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકા રૂપાલા, ,લા મણીલાલ કાવર તેમજ લયાન મેમ્બરો એ જહેમત ઉઠાવેલ તેમ ક્લબના સેક્રેટરી લા.ટી.સી. ફુલતરિયા એ જણાવેલ.