MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબીસિટી દ્વારા લાયન્સ રત્ન રમેશ રૂપાલા ના જન્મ દિવસની સેવા દિવસ તરીકે ઊજવણી કરી
MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબીસિટી દ્વારા લાયન્સ રત્ન રમેશ રૂપાલા ના જન્મ દિવસની સેવા દિવસ તરીકે ઊજવણી કરી
આજ રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાપૂર્વ પ્રમુખશ્રી , લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ ના પૂર્વ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ,શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ ના ફાઉન્ડર ટ્રસ્ટીશ્રી, મોરબી ફોટો વિડિઓ એસોસિએશન ના આજીવન પૂર્વ પ્રમુખશ્રી, સાથે અનેક વિધ સેવા સંસ્થા સાથે જોડાય ને જેને સેવાને જીવન મંત્ર બનાવ્યો છે એવા સેવાના ભેખ ધારી લાયન રમેશ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સાથ સહકારથી લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ ફસ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે ફરજ અદા કરી લાયન્સ ની સેવાને માત્ર મોરબીજ નહી પણ પૂરા સૌરાષ્ટ્ર કચ્છમાં સેવાનો વ્યાપ વધારી અને લાયન્સ પરિવારમાં અનહદ પ્રેમ,લાગણી,અને લોક ચાહના મેળવી તન મન ધન થી નિસ્વાર્થ ભાવથી સેવા કરી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી ની એક આગવી ઓળખ ઉભી કરવા બદલ PMJF લાયન રમેશ રૂપાલા અને લાયન્સ ક્લબના ચાર્ટર સેક્રેટરીની સેવાને બિરદાવી કેશવજીભાઇ દેત્રોજાને લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના શપથ વિધિ સમારોહ પ્રસંગે PDG રમેશભાઈ ઘેટિયા અને મોરબી જીલ્લા કલેક્ટર શ્રી કે.બી.
ઝવેરીસાહેબ ના હસ્તે લાયન્સ રત્ન એવોર્ડ થી સન્માનિત કરતા સંસ્થા ના દરેક સેવાના સાથી મિત્રો હર્ષ ની લાગણી અનુભવે છે આજના તેમના જન્મ દિવસને સેવા દિવસ તરીક ઊજવણી કરી લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા એક દિવ્યાંગ બહેન ને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી,આ પ્રોજેક્ટનું સૌજન્ય રમેશભાઈ રૂપાલા પરિવાર તરફથી સ્વીકારવામાં આવેલ આજનો પ્રોજેક્ટ શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ઉમિયા સર્કલ ખાતે કરવામાં આવ્યો આ સેવાકીય પ્રોજેક્ટમાં ઝોન ૫ ના ઝોન ચેરમેન અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજા ,લાયન્સ કલબ ઓફ મોરબી સિટી ના પ્રમુખ હરખજીભાઈ સુવારીયા, લા.મણીલાલ જે કાવર, ખજાનચી લા. ચંદુભાઈ કુંડારીયા લા. ટી.સી. ફુલતરિયા સાહેબ લા.મહાદેવભાઈ ચિખલીયા લા.ચેતનભાઈ રાબડીયા લા.રશ્મિકાબેન રૂપાલા, સત્યેશ્વર મહાદેવના પુજારી રાજેશ ગિરિ,ભાજપના તાલુકા પંચાયત ના સદસ્યશ્રી રાકેશભાઈ કાવર હાજર રહી રમેશભાઈ રૂપાલા ને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભેરછા સાથે અવિરત સેવા કરતા રહે તેવી શુભકામના પાઠવી તેમ સંસ્થાના સેક્રેટરી કેશવજીભાઈ દેત્રોજાયે જણાવેલ.