GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI- લ્યો કરો વાત “મોરબીના ગાળા ગામના નાગરિકે તત્કાલીન ડીડીઓ અને કલેક્ટર સહિતના સામે ફરિયાદ નોંધવા તાલુકા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરી”

MORBI- લ્યો કરો વાત “મોરબીના ગાળા ગામના નાગરિકે તત્કાલીન ડીડીઓ અને કલેક્ટર સહિતના સામે ફરિયાદ નોંધવા તાલુકા પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરી”

 

 

મોરબી તાલુકાના ગાળા ગામમાં ગત ૭ જુલાઈ 2023માં જિલ્લા પંચાયત દ્વારા રોડ બનાવવા માટે ડીમોલીશન કામગીરી હાથ ધરી હતી જેમાં અનુસુચિત જાતિના 3 પ્લોટ પર દબાણ હોવાનું જણાવી તેના પર જેસીબી ચલાવી રોડ પહોળો કરવામાં આવ્યો હતો જોકે હવે અ ડીમોલીશન કામગીરી વિવાદમાં ઘેરાઈ છે કારણ કે તંત્ર દ્વારા જે ડિમોલિશન કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે ગાળા ગામના ભાણજી ગલાભાઈ જીતીયા એ તાલુકા પોલીસ મથકમાં ગામના તલાટી કમ મંત્રી આઈ જે કાસુન્દ્રા,તત્કાલીન ટીડીઓ ડી એચ કોટક,જમીન માપનીણી અધિકારી જે એમ ભોરણિયા તત્કાલીન માર્ગ મકાન વિભાગ પંચાયતના કા,પા ઈ તત્કાલીન ડીડીઓ અને કલેકટર સહિતના સામે ફરિયાદ નોધવા તાલુકા પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે

Oplus_131072

આ અરજીમાં તેઓએ જણાવ્યું હતું કે ગાળા ગામની હદમાં ગામ નમુના ૨ નોધ ૫૬ એને ૯૩ માં રાજાશાહી વખતમાં ફાળેવલા પ્લોટમાં રહેતા હતા જોકે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી આઈ કે કાસુન્દ્રાએ ખોટી રીતે આ પ્લોટ ૧૦૦ ચોરસ વાર ના હોય અને બાકીની જગ્યામાં આ ભાણજીભાઈ તેમજ અન્ય ત્રણ ભાઈઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનો ખોટો રીપોર્ટ ઉપલી કચેરીમાં રજુ કર્યો હતો આ ઉપરાંત આ રોડમાં ગામના અન્ય સર્વે નમ્બર પર દબાણ હોવા છતાં જમીન માપણી અધિકારી અને તલાટી મંત્રી સહિતના દ્વારા ખોટી રીતે ત્યાં દબાણ ન હોવાનો રીપોર્ટ કરી તે દબાણ ન તોડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું આમાં આ ખોટા રીપોર્ટ ના કારણે તેમજ તેઓ અનુ, જાતિના હોવાના કારણે ભેદભાવ પૂર્તેવક મના મકાન દબાણ ન હોવા છતાં તંત્ર દ્વારા તોડી પાડવમાં આવ્યા અને કોઈ પણ પ્રકારનું વળતર પણ આપવામાં આવ્યું નથી બીજી તરફ ગામના કેટલાક કથિત સવર્ણ જ્ઞાતિના હોવાના કારણે તેમના દબાણ યથાવત રાખી અન્યાય કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું અને બાબતે તેમણે તાલુકા પોલીસ મથકમાં તમામ સામે ગુન્હો દાખલ કરી ફરિયાદ નોધવા માંગણી કરી છે

Back to top button
error: Content is protected !!