નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલા FPO( ફાર્મેર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝન) મીટીંગ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારત સરકાર દ્વારા કૃષિ આધારીત લઘુ ઉદ્યોગોની વેચાણ વ્યવસ્થાની સમસ્યાનાં નિવારણ માટે ભારતભરનાં દરેક જીલ્લાઓમાં સ્થાનિક સ્થળે Farmer’s Producers organization (FPO) ની રચના કરી ખેડૂતો ખેત આધારીત પેદાશોનું વેચાણ ખેડૂતો જાતે જ કરે તે માટેનાં સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આથી નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ડૉ.ઝેડ.પી.પટેલનાં સૂચનોથી તા.૨૯/૦૮/૨૦૨૫ નાં રોજ કેવિકે, નવસારી આતે ટુ લાઈક એન્ટરપ્રાઈઝ અને કેવિકે, નવસારીનાં સંયુક્ત ઉપક્રમે નવસારી જીલ્લાની મૂલ્યવર્ધન અને ખેત આધારીત પ્રવૃતિઓ સાથે સંકળાયેલ મહિલાઓ માટે “મહિલા FPO મીટીંગનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રનાં પાક સંરક્ષણનાં વૈજ્ઞાનિક પ્રો.મકવાણાએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકારી મીટીંગની રૂપરેખા અને તેમાં આવરી લેવાયેલ હેતુઓની વિસ્તૃત છણાવટ કરી હતી. CBBO નાં પ્રતિનિધિ શ્રી પાર્થ કચિયાએ FPO ની રચના અને તેનાં મહત્વ વિશે માહિતી આપી. ટુ લાઈફ એન્ટરપ્રાઈઝનાં ડાયરેક્ટર અને CBBO નાં સ્ટેટ નોડલ ઓફિસર શ્રી માધવભાઈ જોષીએ FPO ની કામગીરી અને તેની વોજનાકીય તેમજ નાણાંકીય સવલતો વિશે ખૂબ જ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સુમિત આર. સાળુંખેએ ઉપસ્થિત સર્વે ખેડૂત મહિલાઓને FPO માં જોડાવાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપી સૌને તેમાં સભાસદ તરીકે જોડાઈ તેનો લાભ લેવા હાંકલ કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર નવસારીનાં જુદા જુદા તાલુકાઓમાંથી કુલ ૭૦ થી વધુ મહિલાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.