GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં પગાર ન થવાથી વતનમાં જઈ ન શકતા શ્રમિકે જીવન ટૂંકાવ્યું
MORBI:મોરબીમાં પગાર ન થવાથી વતનમાં જઈ ન શકતા શ્રમિકે જીવન ટૂંકાવ્યું
મોરબીના જુના ઘૂંટુ રોડ ઉપર આવેલ કારખાનામાં કામ કરતા અને મજૂર કોલોનીમાં રહેતા મધ્યપ્રદેશના વતની યુવાનને વતનમા જવું હોય પરંતુ પગાર થયો ન હોવાથી મનોમન લાગી આવતા નદીમાં કૂદી આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.
મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ વિકાસ કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના વતની સતિષભાઈ જીતમાલજી માલવી ઉ.25 નામના યુવાનને વતનમાં જવાની ઈચ્છા હોય પરંતુ પગાર ન થયો હોવાથી વતનમાં જઈ ન શકતા મનોમન લાગી આવતા આ યુવાને ગઈ તા.28ના રોજ બપોરના સમયે સિમ્પોલો સિરામિક કારખાના પાછળ આવેલ નદીમાં કૂદી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.