MORBI મોરબી મદદનીશ શ્રમ આયુક્ત કચેરી પાસે “ સક્ષમ અધિકારી ”ની સ્પષ્ટ વ્યાખ્યા ન હોવાને કારણે સીલીકોસીસ પીડીતોને હેરાનગતિ
તંત્રની બેદરકારીને કારણે સીલીકોસીસ પીડીતોને સજા.

મોરબી મદદનીશ શ્રમ આયુક્ત કચેરી પાસે “ સક્ષમ અધિકારી ”ની સ્પષ્ટ વ્યાખ્યા ન હોવાને કારણે સીલીકોસીસ પીડીતોને હેરાનગતિ, તંત્રની બેદરકારીને કારણે સીલીકોસીસ પીડીતોને સજા.
ગુજરાતમાં સીલીકોસીસ જેવી ગંભીર અને જીવલેણ વ્યવસાયજન્ય બીમારીથી પીડિત ગરીબ મજૂરો માટે સરકારની આર્થિક સહાય યોજના અમલમાં છે. છતાં, મદદનીશ શ્રમ આયુક્ત કચેરીમાં “સક્ષમ અધિકારી” કોણ તે અંગે કોઈ સ્પષ્ટ અને લેખિત વ્યાખ્યા ન હોવાના કારણે સીલીકોસીસ પીડીતોને સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
જ્યારે ગામડાં વિસ્તારમાં પીડીતો તલાટી પાસે જાય છે ત્યારે તેમને “સક્ષમ અધિકારી અંગેનો પરિપત્ર બતાવો”, “હું જ સક્ષમ અધિકારી છું એવું કેમ માની લઈએ?” કહી દાખલો કાઢી આપવા સ્પષ્ટ ઇનકાર કરવામાં આવે છે. બહુ જ ઓછા કિસ્સામાં કોઈ સંવેદનશીલ તલાટી માનવતાની દૃષ્ટિએ મદદ કરે છે. પરંતુ નગરપાલિકા અથવા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા સીલીકોસીસ પીડીતો માટે પરિસ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં દરેક અધિકારી એકબીજાને જવાબદારી ઠેલવી “ખો-ખો” રમતો રહે છે.
આ બાબતે પીડીતો તથા તેમની તરફથી મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, મોરબી; મહાનગર પાલિકા, મોરબી તથા મામલતદાર, મોરબીને લેખિત અરજીઓ કરવામ હોવા છતાં અનેક દિવસો વીતી ગયા છતાં કોઈપ તરફથી કોઈ લેખિત જવાબ આપવામાં આવ્યો નથ.. .. .il આ મૌનતા અને નિષ્ક્રિયતા પીડીતોની પીડાને વધ ગંભીર બનાવીરહી છે
જિલ્લા અને તાલુકા કક્ષાએ “કયો અધિકારી સક્ષમ?”, “કયો દાખલો માન્ય?”, “કઈ સત્તા હેઠળ પ્રમાણપત્ર આપવું?” જેવા પ્રશ્નો ઊભા કરી સીલીકોસીસ પીડીતોને એક કચેરીથી બીજી કચેરી સુધી ફેરવવામાં આવે છે. ગંભીર રીતે બીમાર, શારીરિક રીતે અશક્ત અને આવક વિહોણા પીડીતો માટે આવી હેરાનગતિ માનવતાવિરોધી, અસંવેદનશીલ અને અન્યાયી છે.પ્રશ્ન એ છે કે— જો “સક્ષમ અધિકારી”ની સ્પષ્ટ વ્યાખ્યા જ નથી અને લેખિત અરજીઓનો જવાબ પણ આપવામાં આવતો નથી, તો સીલીકોસીસ પીડીતો ન્યાય માટે ક્યાં જાય?તંત્રની આ ગૂંચવણ, બેદરકારી અને મૌનતા પીડીતો માટે સહાય નહીં પરંતુ સજા સમાન બની ગઈ છે.જો આ રીતે સીલીકોસીસ પીડીતો સરકારી સહાયથી વંચિત રહી જશે, તો તેની જવાબદારી કોની રહેશે—આ સવાલ આજે સમગ્ર તંત્ર સામે ઉભો થયો છે.









