MORBI:મોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનના ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૧૮ જૂનથી હાથ ધરાશે
MORBI:મોરબી જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનના ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૧૮ જૂનથી હાથ ધરાશે
પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર
www.parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન અરજી કરી શકશે
મોરબીના ટ્રાન્સપોર્ટ વાહનો માટે ‘GJ36 X’ અને ‘GJ36 V’ સિરીઝના નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:-૧૮/૦૬/૨૦૨૫ થી શરૂ થનાર છે. તા.૧૮/૦૬/૨૦૨૫ થી તા.૨૦/૦૬/૨૦૨૫ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૦/૦૬/૨૦૨૫ થી તા.૨૨/૦૬/૨૦૨૫ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.
બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.