GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને મેટ્રન ઓફિસર ની મનમાની

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને મેટ્રન ઓફિસર ની મનમાની

 

 

મોરબી સિવિલ હોસ્પિટલના મેટ્રન ઓફિસર પોતાના સ્ટાફ સાથે વાલા દવલાની નીતિ રાખતા હોય તેવી ચર્ચા ચાલી રહ્યા છે

(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી સિવિલ હોસ્પિટલ ના મેટ્રોન ઓફિસર પોતાના વાલા સ્ટાફને કોઈ પણ નાની મોટી ભૂલ હોય તો કાંઈ પણ કહેવામાં આવતું નથી અને તેના સિવાયના સ્ટાફને ખાલી નોકરી ઉપર પાંચથી દસ મિનિટ આવવામાં વેલા મોડું થાય તો પણ ઘર ભેગા કરી દેવાની ધમકીઓ આપતા હોય છે અને મેટ્રનના વહાલો સ્ટાફ ને પોતાની ચેમ્બરમાં બેસાડીને ચકી ચકા જેવી વાતોઓ ચકડોળે ચડાવતા હોય છે અને પોતાના જ બનાવેલા નિયમને ખુદેજ નેવે મૂક્યા હોય તેવું પણ લાગી રહ્યું છે પોતાના વાહલા સ્ટાફને ઠીક પડે તેમ ફીક્સ નોકરી પણ આપવામાં આવે છે અને તેના સિવાયના સ્ટાફને ફરતા ફરતા નોકરીઓ આપવામાં આવે છે તો પોતાના વાલા સ્ટાફને તેની સગવડ મુજબ નોકરીઓ આપવામાં આવતી હોય છે તેવી પણ સિવિલ હોસ્પિટલમાં ચર્ચાઓ ચાલી રહી છે.
અને હોસ્પિટલમાં કેટલા સુપરવાઇઝર છે ? ગયણા ગણાય નહીં અને વિયણા વિણાય નહીં અને જેટલા સુપરવાઇઝરમાં છે તે બધા લોકો અધિક્ષક ના અંદરના અને વાહલા માણસોને સુપરવાઇઝરના ચાર્જ સોંપવામાં આવ્યા છે અને સુપરવાઇઝર પણ તેમની મનમાની ચલાવી રહ્યા છે તેમને જ્યારે મન પડે ત્યારે હોસ્પિટલ આવે છે અને તેમને મનમાં આવે ત્યારે ઘરે ચાલ્યા જાય છે અને ગમે ત્યારે રજા પણ રાખતા હોય છે તો તેમનો પગાર કેમ કપાતો નથી જેમ કે ક્લાસ ૪ ના /સર્વણ સ્ટાફ ના નાના માણસો ની એક દિવસની રજા હોય છે તો પણ 400થી500 રૂપિયા લેખે હિસાબ માંથી કાપી નાખવામાં આવે છે તેવી પણ હોસ્પિટલ ની અંદર ચર્ચાઓએ જોર પકડ્યું છે અને વધુમાં અમુક સ્ટાફને તો અધિક્ષક ના ઘરના કામ પણ કરાવવામાં આવે છે. અને ઈમરજન્સી વોર્ડમાં એમ.ઓ. ની ઓફિસમાં એક સારો એવો પંખો પણ નખાવી આપવામાં આવતો નથી ત્યારે થોડા સમય પહેલા 40 થી 45 ડિગ્રીના તાપમાનમાં એમ.ઓ. ઓફિસરો પોતાની ચેમ્બરમાં બેસી શકે તેમ નહોતા ત્યારે પોતાના ખર્ચે એ.સી નખાવેલ છે. અને અધિક્ષક ની ચેમ્બર માં બે બે એસી ચાલુ કરીને ઓફિસની બહાર પણ નીકળતા નથી.

Back to top button
error: Content is protected !!