MORBI:મોરબી કોંગ્રેસ ટીમ દ્વારા નઝરબાગ અને કેશરબાગ બને પંપીગ સ્ટેશન મુલાકાત લીધી

MORBI:મોરબી કોંગ્રેસ ટીમ દ્વારા નઝરબાગ અને કેશરબાગ બને પંપીગ સ્ટેશન મુલાકાત લીધી
મોરબી કોંગ્રેસ ની ટીમ સાથે સામાકાંઠા પાસે આવેલ કેશરબાગ ખાતે આવેલ પંપીગ સ્ટેશન પર મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિ થી વાકેફ થઈ ત્યાં જોયું તો જે ભુગર્ભ માં પાણી સ્ટોર કરવાનું હોય તે ટાંકો અત્યંત ઝર્ઝરીત હાલત માં જોવા મળ્યો તેમાં પણ અત્યંત દુર્ગંધ યુક્ત પાણી હતું ત્યાં થી નઝરબાગ પંપીગ સ્ટેશન ની મુલાકાત લીધી ત્યા અધિકારીઓ સાથે વાત કરતા જાણવાં મૃળ્યું કે ત્યાં મચ્છુ ડેમ પર થી રોજ લાખો લીટર પાણી આવે છે અને તેનું દરરોજ વિતરણ કરવામાં આવે છે તેની પરિસ્થિતિ જોતાં લાગ્યું કે આ પાણી જન આરોગ્ય માટે હાનીકારક છે કારણ કે ત્યાં આવેલ બન્ને ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલત માં છે, પાણી ની ટાંકી માં શેવાળ અને અન્ય કચરો પડ્યો છે તો આ તકે મહાનગર પાલીકા નાં અધિકારીઓ ને પુછવું છે કે મોરબી ની જનતા પાસે થી કરોડો રુપિયા ટેક્સ જે સ્વચ્છ પાણી નો લેવામાં આવે છે કે પછી ગંદકી વાળા પાણી નો..? મોરબી નાં સામાકાંઠા નાં અંદાજીત ૫૦,૦૦૦ થી વધુ લોકો આ પાણી નો ઊપયોગ કરી રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા આવી બેદરકારી શા માટે…?
આગામી દિવસો માં કોંગ્રેસ પક્ષ દ્વારા લેખીત માં ઊચ્ચ કક્ષા એ પણ રજૂઆત કરવામાં આવશે.









