MORBI:મોરબી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી
MORBI:મોરબી જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી
મોરબી: પરશુરામ ધામ, મોરબી ખાતે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજની સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠક ડો. અનિલભાઈ મહેતાના પ્રમુખસ્થાને યોજાઈ હતી, જેમાં મોરબી જિલ્લાના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સભામાં, ડો. બી.કે. લહેરૂને મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે અને હળવદના અગ્રણી અજયભાઈ રાવલ (અજય મામા)ને મહામંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એન.એન. ભટ્ટ અને પ્રશાંતભાઈ મહેતાને કારોબારી સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સામાન્ય સભામાં ચૂંટણી ઇન્ચાર્જ ભૂપતભાઈ પંડયા અને નિરીક્ષક એડવોકેટ એચ.એલ. અજાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ આર.કે. ભટ્ટ અને પરશુરામધામના પ્રમુખ હસુભાઈ પંડયા પણ હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ સભ્યોએ નવા વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી