GUJARATKUTCHMANDAVI

દિવાળી તહેવાર અન્વયે ભુજ શહેરની અંદરના વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પડાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૨૨ ઓક્ટોબર : આગામી દિવાળીના તહેવારો અન્વયે ભુજ શહેરના અંદરના વિસ્તારો જેવા કે જુની શાક માર્કેટ, તળાવ શેરી, વાણીયાવાડ, નવી શાક માર્કેટ, મહેરઅલી ચોક, અનમ રીંગરોડ, છઠ્ઠીબારી રીંગરોડ, વિગેરે વિસ્તારોમાં ખૂબ જ ભીડ રહેતી હોઈ તેમજ આ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોઈ વાહનો આડેધડ પાર્ક થતા હોઈ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વણસવા પામે છે. આ વિસ્તારોના ૨સ્તાઓ ૫૨ ટ્રાફિક નિયમન માટે પોલીસ અધિક્ષકશ્રી,પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૪/૧૦/૨૦૨૪ વાળી દરખાસ્ત અન્વયે મિતેશ પંડયા, અધિક જિલ્લા મજિસ્ટ્રેટ, કચ્છ ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામાં અન્વયે તા.૨૪/૧૦/૨૦૨૪થી તા.૦૨/૧૧/૨૦૨૪ સુધી સવારના ૭.૦૦ થી રાત્રિના ૨૩.૦૦ કલાક સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો છઠ્ઠીબારી રીંગ રોડ, અનમ રીંગ રોડ,ફરસાણી દુનિયા ત્રણ રસ્તા અને વાણીયાવાડ નવી શાક માર્કેટથી અંદર જતા રસ્તા પર પસાર થઈ શકશે નહીં.વૈકલ્પિક વ્યવસ્થા રૂપે છઠ્ઠીબારી રીંગ રોડ નજીક આવેલા ૨સ્તા પ૨થી મોડર્ન ટોકિઝ પરથી આ વિસ્તારના રહેવાસીઓ આવ-જા કરી શકશે. વાણીયાવાડ નવી શાક માર્કેટથી તથા અનમ રીંગ રોડની આસપાસના રહેવાસીઓ પંચમુખા હનુમાન શેરીથી આવ-જા કરી શકશે. ઓપન એર થિયેટર ગ્રાઉન્ડ (જુનું સીટી બસ સ્ટેશન ગ્રાઉન્ડ),વી.આર.પી. ગેસ્ટ હાઉસની બાજુમાં ભુજ-કચ્છ,ખાતે વૈકલ્પિક હંગામી પાર્કિગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર તેમજ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ, ભુજ અધિકૃત કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં.

Back to top button
error: Content is protected !!