MORBI:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે.
MORBI:મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવન પર્વ નિમિતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે.
શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રતનેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતી માં કાર્યક્રમ યોજાશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજી ના માર્ગદર્શન હેઠળ દેશભર ના વિવિધ પ્રખંડો માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવનપર્વ નિમિતે માઁ જગદંબા ની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજન ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા તા.૨૮-૯-૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૯ કલાકે શહેર ના જલારામ ધામ ખાતે ૫૦૧ કન્યાઓનું પૂજન તેમજ શસ્ત્ર પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ માં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કન્યાઓના પૂજન બાદ દરેક કન્યાઓને લ્હાણી અર્પણ કરવામાં આવશે ત્યારબાદ મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરવામાં આવેલ છે તેમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી શહેર અધ્યક્ષ પારસભાઈ ચગ દ્વારા સંયુક્ત યાદીમાં જણાવાયું છે.