GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પોલીસ દ્વારા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

MORBI:મોરબી જિલ્લા પોલીસ દ્વારા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

 

 

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી અનુસંધાને અનુસુચિત જાતી/ અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું

Oplus_16908288

મોરબી જીલ્લામાં વસવાટ કરતા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતિના ધોરણ ૧૦ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે કારકિર્દી માર્ગદર્શન માટે જીલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક કચેરી ખાતે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં જીલ્લામાંથી આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા જેઓને જવાહર નવોદય વિધાલયના આચાર્ય રવીન્દ્ર બોરલે દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ પછી આગળ શું અભ્યાસ કરી સકાય, પોતાના મનપસંદ વિષયમાં કારકિર્દી માટે ક્યાં ક્યાં અવકાશ છે તે વિષયમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

તેમજ ડીવાયએસપી પી એ ઝાલા દ્વાર વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે અને કેન્દ્ર તેમજ રાજ્યની જાહેર સેવાઓ માટેની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું સરકારની યોજનાઓ વિષે વિગતવાર જરૂરી માહિતી આપી હતી ડીવાયએસપી વી બી દલવાડીએ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો વિષે યોગ્ય માહિતી આપી હતી અને નિર્ધારિત લક્ષ્ય સુધી કઈ રીતે પહોંચી સકાય તે બાબતે સવિસ્તૃત માહિતી આપી હતી સાયબર અવેરનેશ બાબતે અને મોબાઈલના ઉપયોગથી થતા લાભો અને ગેરલાભો વિષે માહિતી પૂરી પાડી હતી

Back to top button
error: Content is protected !!