ડેડીયાપાડા – રાજપીપળા કોર્ટમાં વકીલોને પ્રવેશ ન આપનારા પોલીસ સામે કાર્યવાહી કરવા બાર એસોસીએન ની માંગ.
તાહિર મેમણ – ડેડીયાપાડા 09/07/2025 – ડેડીયાપાડા – રાજપીપળા કોર્ટમાં વકીલોને પ્રવેશ ન આપનારા પોલીસ સામે કાર્યવાહી કરવા ડેડીયાપાડા બાર એસોસીએન ની માંગ કરી છે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલાના કેસમાં રાજપીપળા કોર્ટની બહાર વકીલો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વકીલોને કોર્ટમાં પ્રવેશ નહિ આપનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાં ભરવાની માગ કરતો ઠરાવ દેડિયાપાડા બાર એસોસીએશને કર્યો છે. બાર એસોસીએશને કરેલાં ઠરાવમાં જણાવ્યાં અનુસાર પોલીસ કોઈ પણ વકીલને કોર્ટમાં જતા અટકાવી શકે નહિ.પોલીસ લો એન્ડ ઓર્ડર ના લીધે કોર્ટમાં જવા માટે ટોળાને રોકતા હોય તો માની શકાય પરંતુ વકીલો માટે લો એન્ડ ઓર્ડરની કેમ જરુર પડી એ પ્રશ્ન છે. ? વકીલએ કોર્ટનો ઓફીસર છે, અને તેના માટે લો એન્ડ ઓર્ડર તો પોલીસનું ફક્ત બહાનુ હતું. વકીલોને કોર્ટમાં જતા રોકવા માટે અને નર્મદા જીલ્લા બાર એસોસીએશનના હોદદેદારો તથા ઉપપ્રમુખ એ.ડી.રોહીત ને પણ કોર્ટમાં જતા રોકવામાં આવ્યાં હતાં. નર્મદા ડિસ્ટ્રકટ કોર્ટ માં વકીલો ને જે રીતે પોલીસ દ્રારા ગેર વર્તન કરી કોર્ટમાં જતા અટકાવેલ છે. તેને દેડીયાપાડા બાર એસોસીએશન સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને જે જે પોલીસ કર્મી ઓ દ્રારા આ કૃત્ય આચરેલ છે. તેમને તાત્કાલી પણે તેમની ઉપર કાર્યવાહી કરી તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરાયાં ત્યારે વકીલોને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.