GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના શિક્ષક બોડા હર્ષદ ગીરધરભાઈ ની રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી

મોરબી જિલ્લાના શિક્ષક બોડા હર્ષદ ગીરધરભાઈ ની રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી

 

 

ઇનોવેટિવ પ્રવૃત્તિઓ થકી શૈક્ષણિક કાર્ય કરાવતા શિક્ષકને પ્રોત્સાહન

વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે તો ખરા અર્થમાં ભાર વિનાનું ભણતર બની શકે છે. જો કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણાવતા અનેક શિક્ષકો વિવિધ ઇનોવેટિવ પ્રવૃત્તિઓ થકી શૈક્ષણિક કાર્ય કરાવતા હોય છે. ત્યારે આવા શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષાએ ત્યારબાદ ઝોન કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર ઝોન ૧ કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2024/25 નું આયોજન ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા, તા. શિહોર, જિ. ભાવનગર ખાતે યોજાયો હતો જેમાં ૬ જિલ્લાના કુલ ૩૦ જેટલા ઇનોવેટિવ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ ખૂબ સુંદર ઇનોવેશન રજૂ કર્યા હતા. જેનું હાલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માધ્યમિક વિભાગમાંથી પ્રથમ નંબર પર મોડલ સ્કૂલ મોટીબરાર, તા. માળીયા(મિ), જિ. મોરબીના મદદનીશ શિક્ષક બોડા હર્ષદભાઈ ગિરધરભાઈ ની પસંદગી આગામી રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે થયેલ છે. એ બદલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી – મોરબી તથા DIET – મોરબી તથા TPEO કચેરી – માળિયા(મિ) તથા BRC ભવન – માળિયા(મિ) અને મોડેલ સ્કૂલ મોટીબરાર (શાળા પરિવાર) હર્ષની લાગણી અનુભવે છે અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

Back to top button
error: Content is protected !!