MORBI:મોરબી જિલ્લામા વહેલી સવારનાં પ્રભાતિયા અને પ્રભાતફેરી ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ લુપ્ત થઇ ને શહેરમાં આવી . પ્રભાતફેરી એ ધાર્મિક ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિ!
MORBI:મોરબી જિલ્લામા વહેલી સવારનાં પ્રભાતિયા અને પ્રભાતફેરી ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ લુપ્ત થઇ ને શહેરમાં આવી . પ્રભાતફેરી એ ધાર્મિક ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિ!
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)
ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે મંદિરમાં પ્રભાતિયા થયા બાદ ગામમાં પ્રભાતફેરી ફરવાની જૂની સંસ્કૃતિ ગામડામાં ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને તે હવે મોરબી થઈ રહી છે. મોરબી શહેરમાં કોમ્યુનિટી હોલ બાલાજી હનુમાનજી મંદિર યદુનંદન ૧૯-૨૨ વિસ્તારમાં ઘણા સમયથી દર અગિયારસે પ્રભાત ફેરી ફરી રહી છે જેમાં ઝાજ પખાલ અને દોકડથી કીર્તન અને ધૂન ગાતા ગાતા પાંચ થી છ સોસાયટીઓમાં ફેરવી ફરે છે જેમાં મહિલાઓ પણ સામેલ હોય છે દરેક કેરી અને લતા માંથી દાણા રોટલી અને રોકડ રકમ લોકો તરફથી આ પ્રભાતફેરીના લોકોને આપવામાં આવે છે જે ચકલાની ચણમાં ગાયોને નીરણ અને કૂતરાને લાડુ તથા રોટલી આપવામાં આવે છે આમ પ્રભુભક્તિ ની ભાવના સાથે સેવા કે પ્રવૃત્તિ થતી હોય ઘણા સમયથી દર અગિયારસે આવી પ્રભાતફેરી ફરે છે અને લોકો તેમાં સ્વયંભુ જોડાય છે.