MORBI:મોરબી ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સામાજીક સમરસતા ભાગરૂપે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન તથા નિઃશુલ્ક દવાનું આયોજન કરવામાં આવ્યું
MORBI:મોરબી ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સામાજીક સમરસતા ભાગરૂપે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન તથા નિઃશુલ્ક દવાનું આયોજન કરવામાં આવ્યું
સેવા ભારતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ તથા નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ઉપક્રમે તારીખ:- 13/04/2025 ને રવિવાર ના રોજ ડૉ બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે સામાજીક સમરસતા ભાગરૂપે મોરબી જીલ્લાના 11 વિવિધ સેવા વસ્તીઓમાં નિઃશુલ્ક સર્વ રોગ નિદાન તથા નિઃશુલ્ક દવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માં કુલ 1100 થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક ચેકઅપ તથા નિઃશુલ્ક દવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NMO તથા જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજના સેવાભાવી અંદાજિત 90 વિધાર્થીઓ, ઇન્ટર્ન ડોક્ટર મેડિકલ અને સિનિયર ડોકટર દ્વારા 11 સ્થળોએ કુલ મળી 1100 જેટલા દર્દીઓના રોગનું નિદાન કરી દવાઓ નું વિતરણ કર્યું હતું અને સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા વિશ્વ હિન્દુ પરિષદ અને સેવા ભારતી તથા સ્થાનિક 140 થી વધુ કાર્યકર્તાઓ તથા સામાજિક લોકો આ કાર્ય માં સહયોગ આપી આ મેડીકલ કેમ્પ ને સફળ બનાવવા માં આવ્યો હતો