GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પિતા હયાત ના હોય તેવા બાળકોને ફ્રીમાં શિક્ષણ આપશે ખાનગી શાળા !!!

MORBI:મોરબી પિતા હયાત ના હોય તેવા બાળકોને ફ્રીમાં શિક્ષણ આપશે ખાનગી શાળા !!!

 

 

એકથી વધુ ઘરમાં કન્યા હશે તો અન્યની ફી 50% માફ

મોરબીમાં 2001 થી શરૂ થયેલ ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, ભીમરાવ નગર, વિજયનગર પાસે, મોરબી ના ટ્રસ્ટ મંડળ દ્વારા તાજેતરમાં એક ખૂબ જ સુંદર નિર્ણય લેવાયેલ છે. ખાનગી ટ્રસ્ટની શાળા હોવા છતાં વિદ્યાર્થીઓના તેમજ વાલીઓના ભવિષ્યને ધ્યાને લઈ જે વિદ્યાર્થીના પિતા હયાત નથી તેવા બાળકોને ફ્રીમાં શિક્ષણ આપશે, એક ઘરમાં એકથી વધુ કન્યા હશે તો અન્ય કન્યાની 50% ફી માં રાહત આપવામાં આવશે, શિક્ષણ કાર્યમાં નબળા રહી ગયેલ વિદ્યાર્થીઓને શાળા સમય બાદ ફ્રીમાં ટ્યુશન કરાવી શિક્ષણ ક્ષેત્રે પારંગત કરાશે તેમજ દાતાઓના સહયોગથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ફ્રી માં આપવામાં આવશે. આ સમગ્ર નિર્ણય પ્રમુખશ્રી જમનાદાસભાઈ ટપુભાઈ પરમારની આગેવાનીમાં લેવામાં આવેલ છે. આ શાળામાં એડમિશન માટે ટ્રસ્ટના મંત્રી કે.આર.ચાવડા મોબાઈલ નંબર – ૯૯૨૫૮૦૧૨૬૦ પર સંપર્ક કરવા ટ્રસ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!